છેલ્લા ત્રણેક વર્ષથી તીર્થધામ સાળંગપુર ખાતે રહેતા પ્રમુખસ્વામી મહારાજનું સ્વાસ્થ્ય વધતી ઉંમર અને ફેફસામાં ઇન્ફેક્શન થવાને કારણે કથળ્યું હતું. દસ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને સારવાર અપાતી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હતું. આજે અચાનક જ ફેફસાંની વધુ તકલીફ સર્જાતા તેઓ વધુ અસ્વસ્થ બન્યા હતા અને આજે સાંજે 6-00 વાગ્યે તેઓએ પોતાના પ્રિય તીર્થધામ સારંગપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
6/7
શનિવારે સાંજે 6 કલાકે પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનના વાવડ વાયુવેગે પ્રસરી જતા બોટાદ, બરવાળા અને સાળંગપુરની બજારોમાં સન્નાટો છવાઇ ગયો હતો. ત્રણેય વિસ્તારના વેપારીઓ પોતાના વેપાર-ધંધા બંધ કરી સાળંગપુર મંદિરે આવી પહોંચ્યા હતા. તરત જ સંસ્થાના વરિષ્ઠ સંતોને આ અંગે જાણ કરાઈ હતી અને એ લોકો આવી પહોંચતાં તેમણે લીધેલા નિર્ણય અનુસાર દેહને સાળંગપુર બાપ્સ સ્વામિનારાયણ મંદિર પરિસર સ્થિત સંત આશ્રમ ખાતે પ્રમુખસ્વામી કુટિરમાં રાખવામાં આવ્યો છે અને તેમનાં પાર્થિવ દેવના દર્શન માટે ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશમાંથી ભકતો માટે ત્રણ દિવસ માટે દર્શન માટે રાખવામાં આવશે અને તા.17/8/16ના રોજ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવશે.
7/7
સાળંગપુરઃ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ)ના વડા પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા તેના કારણે તેમના લાખો અનુયાયીઓ શોકમાં છે ત્યારે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી જ્ઞાનાનંદ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની અંતિમ ક્ષણો વિશેની વિગતો બહાર પાડી છે. સ્વામી જ્ઞાનાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર શનિવારે પણ નિત્યક્રમ મુજબ પ્રમુખ સ્વામી મહારાજ સવારમાં 9.30 કલાકે તેમની કુટિર બહાર ભકતોને દર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. શનિવાર હોવાને લીધે ભકતોની ભીડ બહુ જ હતી. નિત્યક્રમ મુજબ પ્રમુખ સ્વામીબાપા સવારના સમયે ભકતોને દર્શન આપી તેમનાં નિજ નિવાસ સ્થાન સંત આશ્રમમાં પ્રમુખસ્વામી કુટિરમાં ચાલ્યા ગયા હતા અને આખો દિવસ આરામ કર્યો હતો. સાંજના છ કલાકે ઇન્ફેકશનથી હાર્ટને અસર થવાથી તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમની સાથે છેલ્લાં ત્રણ વર્ષથી પડછાયાની માફક રહેતા હાર્ટના ડોકટર નાયક તેમ જ સ્થાનિક તબીબોની ટીમ એ વખતે હાજર હતી પણ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય બંધ થઈ જતાં કશું કરી શકાયું નહોતું.