શોધખોળ કરો
PM મોદી સાળંગપુર પહોંચ્યા, પ્રમુખ સ્વામીની ઉતારી આરતી
1/3

નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ વડાપ્રધાન મોદી સાળંગપુર પહોંચી ગયા છે. અહીં તેમણે બીએપીએસના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા. મોદીએ દર્શન બાદ તેમની આરતી પણ ઉતારી હતી આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે સાળંગપુર પહોંચ્યા હતા
2/3

નોંધનીય છે કે પ્રમુખસ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમનાં અંતિમ દર્શન માટે રાજ્યભરમાંથી ભકતોનો અવિરત પ્રવાહ સાળંગપુર આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને પગલે ભક્તો માટે હાલમાં દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મોદી અને કેટલાક સંતો સિવાય કોઇને પણ ત્યાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એસપીજી હાલમાં આખા મંદિરની સુરક્ષા સંભાળી રહી છે.
Published at : 15 Aug 2016 10:14 AM (IST)
View More





















