Budget 2023: TV, મોબાઇલ, ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તાં, જાણો શું થશે મોંઘુ
બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, ટીવી, મોબાઇલ ફોન, ઇલેકટ્રિક વાહન સસ્તા થશે.
Budget 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે. વિશ્વના મોટા અર્થતંત્રોની ગતિ ધીમી પડી છે અને સંભવિત મંદીમાં ધકેલાઈ રહ્યા છે તેવા સમયે ભારતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. આમ વિશ્વની તમામ નજર મોદી સરકારના બજેટ પર છે.
શું થશે સસ્તું
- મોબાઈલ ફોન અને ટીવી
- બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ
- ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તા
- સાયકલ
- કેમેરા લેન્સ
- એલઈડી ટીવી
- રમકડાં
- મોબાઇલ સ્પેર પાર્ટ્સ
શું થશે મોંઘું
- વિદેશી કિચન ચીમની
- સિગરેટ
- ચાંદીના વાસણો
- તમાકુની બનાવટો
- ગોલ્ડ અને પ્લેટિનમ
- ઈમ્પોર્ટડ દરવાજા
આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂ પ્રિન્ટ
નાણામંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.
કૃષિ લોનનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ થવાના છે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ નાણાનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સમાં યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ખેડૂતો માટે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ ચલાવવામાં આવશે. તેના દ્વારા 63000 કૃષિ મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે. તેનાથી ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે. આ સાથે પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ધિરાણની ગતિ વધારવાની જાહેરાત કરવામાં આવી છે અને વિવિધલક્ષી કોર્પોરેટ સોસાયટીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.