Budget 2024: ખેડૂતોને મળશે આવી નાણાંકીય સહાય, ખેત ઉત્પાદન, સપ્લાય ચેઇન-સંશોધનની યોજનાઓનું એલાન
Union Budget 2024: ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટમાં ખેડૂત અને ખેતીને ધ્યાનમાં રાખવામાં આવી છે
Union Budget 2024: ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટમાં ખેડૂત અને ખેતીને ધ્યાનમાં રાખવામાં આવી છે, આ વખતે ખેડૂતો અને ખેતી માટે સરકારે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે. ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે બજેટમાં જુદીજુદી યોજનાઓ લૉન્ચ કરીને ખેડૂતોને નાણાંકીય સહાય આપવા પર ભાર મુક્યો છે.
ખાસ વાત છે કે, બે મહિના પહેલા કેન્દ્રીય નાણામંત્રીએ પોતાનું વચગાળાનું બજેટ રજૂ કર્યુ હતુ, જેમાં ખેતી અને ખેડૂતો પર ફોકસ કરીને યોજનાઓ રજૂ કરી હતી, જેને હવે નવા બજેટમાં નવા રૂપરંગ સાથે ફૂલફ્લેજ આવરી લીધી છે. જાણો આ વખતના બજેટમાં ખેતી પર શું કરાઇ છે મોટી જાહેરાતો...
ખેતી અને ખેડૂતો માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાતો
ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતોનો ઉપયોગ કરવામાં આવશે. સંશોધનને પ્રોત્સાહન મળશે. સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે 1.48 લાખનો ખર્ચ થશે. શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. ઝીંગા ઉત્પાદન અને સંશોધન પર કામ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયાં માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે. 32 પાકોની 109 નવી સ્કીમો રજૂ કરવામાં આવશે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ કરવામાં આવશે.
બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે. દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સિવાય કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી આ બાબતમાં આત્મનિર્ભરતા વધે. આ સાથે સરકાર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કામ કરશે. 400 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવશે. ખેડૂતોની જમીનને ફાર્મર લેન્ડ રજીસ્ટ્રી હેઠળ લાવવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ વધુ 5 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે.
રોજગાર અને યુવાનોનું શું?
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, 'મને 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું, રોજગાર માટે, અમારી સરકાર ફર્સ્ટ ટાઈમર્સ અને તમામ ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓને એક મહિનાનો પગાર આપશે જે 15 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. ક્વોલિફિકેશન લેવલ સુધીનો પગાર 1 લાખ રૂપિયા પ્રતિ મહિને મેળવનારાઓ આવશે. આ સિવાય એજ્યુકેશન લોન પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય આપશે.'