India Budget 2024: બજેટમાં જાણો કયા સેક્ટર માટે કઈ યોજનાની કરવામાં આવી જાહેરાત
India Budget 2024: નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન બજેટને પ્રાથમિકતાઓ માટે યાદ રાખવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે બજેટમાં 9 ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે.
India Budget 2024: નાણામંત્રીએ રોજગાર મોરચે મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે પ્રથમ વખત નોકરી મેળવનારાઓને (તમામ ઔપચારિક ક્ષેત્રોમાં નવા પ્રવેશકારો) એક મહિનાનો પગાર આપવામાં આવશે, બીજું, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જન માટે કર્મચારીઓ અને નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. કર્મચારીઓને જેમાં તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીનો સમાવેશ થાય છે, 50 લાખ લોકોને વધારાની રોજગારી આપવા માટે પ્રોત્સાહક યોજના સામેલ છે.
#Budget2024 | Finance Minister Nirmala Sitharaman says, "Andhra Pradesh Reorganisation Act- Our govt has made efforts to fulfil the commitments in Andhra Pradesh Reorganisation Act. Recognising the state's need for capital, we will facilitate special financial support through… pic.twitter.com/72Fj8Us77j
— ANI (@ANI) July 23, 2024
બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે વિશેષ જાહેરાતો
- ગ્રામીણ વિકાસ માટે રૂ. 2.66 લાખ કરોડ
- મુદ્રા લોનની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી
- 12 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક મંજૂર કરવામાં આવશે
- રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે રૂ. 26,000 કરોડ
- ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન
- બિહારમાં હાઈવે માટે રૂ. 26 હજાર કરોડ
- અમરાવતીના વિકાસ માટે 15 હજાર કરોડ રૂપિયા
- શહેરી આવાસ યોજના માટે રૂ. 10 લાખ કરોડ
બજેટમાં 9 ક્ષેત્રો પર ફોકસ
નાણામંત્રીએ કહ્યું કે વર્તમાન બજેટને પ્રાથમિકતાઓ માટે યાદ રાખવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે બજેટમાં 9 ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે.
- કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
- રોજગાર અને કુશળતા
- સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
- ઉત્પાદન અને સેવાઓ
- શહેરી વિકાસ
- ઊર્જા સુરક્ષા
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- નવીનતા, સંશોધન અને વિકાસ
- આગામી પેઢીના સુધારા
બજેટમાં યુવાનો માટે રૂ. 2 લાખ કરોડ
નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન રોજગાર વધારવા પર છે. બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર સબકા સાથ, સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ કહ્યું કે આ વખતે બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન
બજેટ ભાષણમાં નાણામંત્રીએ ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે સરકાર તરફથી નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પ્રાથમિકતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે છાત્રાલયો બાંધવા અને મહિલાઓ માટે વિશેષ કૌશલ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે ભાગીદારી રચીને આ સુવિધા આપવામાં આવશે.