(Source: ECI/ABP News/ABP Majha)
Union Budget: પ્રાકૃતિક ખેતી, એનર્જી સિક્યૂરિટી, રોજગાર વધારવા પર સરકારનો ફૉકસ, સીતારમણના બજેટની મોટી વાતો...
Union Budget Live: દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે
Union Budget Live: દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે બજેટ વાંચતી વખતે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. ભારતમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું, આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાથે નાણામંત્રીએ કહ્યું કે, સરકાર દેશમાં પ્રાકૃતિક ખેતી, એનર્જી સિક્યૂરિટી, રોજગાર વધારવા પર ફૉકસ કરી રહી છે. જાણો નાણામંત્રીએ બજેટમાં શું કરી આ મોટી વાતો...
બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેમાં 80 કરોડથી વધુ લોકોને નફો થયો છે.
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટની મોટી વાતો -
- આ બજેટ સૌના વિકાસ માટે છે.
- આ વિકસિત ભારતનો રૉડમેપ છે.
- ઊર્જા સુરક્ષા પર સરકારનું ધ્યાન.
- રોજગાર વધારવા પર સરકારનું ધ્યાન.
- રોજગાર વધારવો એ સરકારની પ્રાથમિકતા છે.
- કુદરતી ખેતી વધારવા પર ભાર.
- 32 પાક માટે 109 સ્કીમ લૉન્ચ કરશે.
- કૃષિ ક્ષેત્રનો વિકાસ પ્રથમ પ્રાથમિકતા છે.
- ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે.
- ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે.
- આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ કરે છે.
- બજેટમાં રોજગાર અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
Finance Minister @nsitharaman Ji is presenting the Budget in Parliament.https://t.co/Air1E6zESR
— Narendra Modi (@narendramodi) July 23, 2024
-