શોધખોળ કરો
ટૂંકમાં જ નવા રંગરૂપમાં આવશે મારુતિની આ કાર, જાણો કઈ કારને આપશે ટક્કર
1/4

રિપોર્ટસની વાત માનીએ તો સિયાઝના નવા વર્ઝનમાં નવું એન્જિન આપવામાં આવ્યું છે. તેના પેટ્રોલ વર્ઝનમાં હાઈબ્રિડ ટેકનોલોજીથી સજ્જ 1.5 લીટરનું 15બી એન્જિન આપવામાં આવ્યું છે જે 105 પીએસનો પાવર અને 138 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ નવી કારની ટક્કર હરિફ કંપની હોન્ડા સીટી અને હ્યુન્ડાઈ વર્ના સામે હરિફાઈ થશે.
2/4

જ્યાં સુધી એક્સટીરિયરની વાત કરીએ તો સિયાઝમાં પહેલાથી વધારે સ્લીક ગ્રીલ અને નવા બંપર આપવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ નવી કારમાં ફોગ લેમ્પ સાથે ક્રોમનું રાઉડિંગ પણ આપવામાં આવશે. આ ઉપરાંત પાછળની તરફ તેના નવા ટેલ લેપ્સ જોવા મળશે.
Published at : 11 Jun 2018 08:00 AM (IST)
View More




















