કંપનીએ કેવાઈસીના નિયમોથી પરિપૂર્ણ દુકાનદારો માટે પેટીએમથી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા પર લાગતી ફી પણ માફ કરી દીધી છે. દેશમાં નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં મોબાઈલ વોલેટના માધ્યમથી થતી લેવડ દેવડની સંખ્યા 153 અરબ થઈ જાય તેવી શકયતા છે.
2/7
નોટબંધી બાદ છેલ્લા 10 દિવસમાં 4.5 કરોડથી પણ વધુ લોકોએ પેટીએમની સેવાનો ઉપયોગ કર્યો છે. જેમાંથી અંદાજે 50 લાખ જેટલા નવા ગ્રાહકો છે. કંપનીના કુલ બિજનેસમાં ઓફલાઈન લેવડ દેવડની ભાગીદારી 65 ટકાથી પણ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે 6 મહિના પહેલા આ ભાગીદારી 15 ટકા જેટલી હતી. હાલ પેટીએમ તેમની સાથે વધુને વધુ દુકાનદારો જોડાય તે દિશામાં કામ કરી રહી છે.
3/7
પેટીએમ પર એક દિવસમાં અંદાજે 120 કરોડ રૂપિયાની કિંમતની 70 લાખ જેટલી ડીલ્સ થઈ રહી છે. જેમા દેશના વિવિધ વિસ્તારોમાંથી લાખો ગ્રાહકો દુકાનદારો એવા છે જે પહેલી વખત પેટીએમ મારફતે પૈસાની લેવડ દેવડ કરી રહ્યાં છે. હાલ પેટીએમ ભારતમાં ડેબિટ-ક્રેડિટ કાર્ડ મારફતે થતા ટ્રાન્જેકશનની સરેરાશ કરતા વધારે પૈસાની લેવડ દેવડ કરી રહી છે.
4/7
નવી દિલ્હી: નોટબંધી બાદ ચીનના અલીબાબાના જેક મા આજકાલ ખૂબ જ ખુશ છે. તેમની આ ખુશી પાછળનું કારણ છે પ્રધાનમંત્રી મોદીની તસવીર સાથે જે Paytmની જાહેરાત અખબારોમાં પ્રકાશિત થઈ હતી તેમાં સૌથી મોટો હિસ્સો ચીનની કંપની અલીબાબાનો છે જેના સ્થાપક છે જેક મા.
5/7
Paytm મારફતે થઈ રહેલી ડીલ્સમાં તેજી આવવાને કારણે કંપનીએ તેમનો 5 અબજ ડોલરનો GMV ટાર્ગેટ નક્કી કરેલી સમય મર્યાદા કરતા 4 મહિના પહેલા જ પ્રાપ્ત કરી લીધો છે. GMV ઓનલાઈન ક્ષેત્રમાં કાર્ય કરતી કંપનીઓનો બિજનેસ માપવાનું માધ્યમ છે. ગત વર્ષે Paytmનું જીએમવી 3 અરબ ડોલર હતું. Paytmમાં ચીની કંપની અલીબાબા ગ્રુપની મોટી ભાગીદારી છે. Paytm મોબાઈલ વોલેટ મારફતે પૈસાની લેવડ દેવડ ઉપરાંત ઈ વાણિજ્યની સેવાઓ પણ પૂરી પાડે છે.
6/7
paytmમાં જેક માની ચાઈનીઝ કંપની અલીબાબાએ અંદાજે 3956 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કહેવા છે કે paytmમાં જેક માની કંપની અલીબાબાની હિસ્સેદારી 40 ટકા છે. જેને નજીકના ભવિષ્યમાં 70 ટકા સુધી લઈ જવાની શક્યતા છે. નોટબંધી બાદ દેશભરમાં રોકડ વ્યવહાર પર મોટી અસર પડી છે. એવામાં ડિજિટલ મોબાઈલ ભરપાઈ સેવા પૂરી પાડતી કંપની Paytm મારફતે દરરોજ 70 લાખ ડીલ્સ થઈ રહી છે. જેની કિંમત અંદાજે 120 કરોડ રૂપિયા જેટલી છે.
7/7
દેશભરમાં કરિયાણા દુકાનો, ટેકસી,ઓટોરિક્ષા, રેસ્ટોરન્ટ, કોફી શોપ, સિનેમાઘર અને પાર્કિંગ વગેરે માટે 10 લાખથી પણ વધુ લોકો પેટીએમના ઓફલાઈન માધ્યમનો ઉપયોગ કરી રહ્યાં છે.