કારની લંબાઈ 3731 મિલીમીટર, પહોળાઈ 1579 મિલીમીટર, ઊંચાઈ 1470/1490 મિલીમીટર છે. વ્હીલબેસ 2422 મિલીમીટર અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 184 મિલીમીટર છે. કારમાં પાંચ લોકો એક સાથે બેસી શકે છે.
2/4
નવી રેનોલ્ટ ક્વિડમાં 8 ઈંચની નવી જ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેની સાથે વીડિયો પ્લેબેક અને વોયસ રિક્ગ્નિશનને સપોર્ટ કરે છે. કંપનીની વેબસાઇટ પરથી માત્ર 5000 રૂપિયામાં કારનું બુકિંગ કરાવી શકાય છે.
3/4
કારની ફ્યૂલ ટેંક 28 લીટરની છે. 0.8 લીટર અને 1.0 લીટર પેટ્રોલ એન્જિનમાં કાર લોન્ચ કરવામાં આવી છે. 0.8 લીટર એન્જિન 5678 આરપીએમ પર 54 બીએચપીનો પાવર અને 4386 આરપીએમ પર 72 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે.
4/4
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખી રેનોલ્ટે ક્વિડનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. 5 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવેલી આ કારની પ્રારંભિક કિંમત 2.83 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. કંપનીએ જે પાંચ વેરિયન્ટ બજારમાં ઉતાર્યા છે તેમાં સ્ટાન્ડર્ડ, આરએક્સઈ, આરએક્સએલ, આરએક્સટી(ઓ) અને ક્લિમબર સામેલ છે.