શોધખોળ કરો
આ અમદાવાદી મહિલા બન્યાં દેના બેંકનાં ચેરમેન, જાણો વિગત
1/6

ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ દેના બેન્ક માટે અંજલિ બંસલ, પંજાબ એન્ડ સિંધ બેન્ક માટે ચરણસિંઘ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માટે તપન રોયની નોન-એક્ઝિક્યુટિવ ચેરપર્સન તરીકે 24 મેના રોજ નિમણૂંક કરી હતી. ફાઇનાન્સ સર્વિસીસ સેક્રેટરી રાજીવ કુમારે ટવીટ કરીને જણાવ્યું હતું કે, બેન્કિંગ રીફોર્મ્સના ભાગરૂપે તથા બેન્ક્સ બોર્ડ બ્યુરોની ભલામણના પર આ નિમણુક કરવામાં આવી છે.
2/6

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયને પંજાબ એન્ડ સિંધ બેંક, દેના બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોન એક્ઝીક્યૂટિવ ચેરમેનની નિમણૂંક કરી છે. નોંધનીય છે કે દેના બેંકના નોન એક્ઝીક્યૂટિવ ચેરમેન તરીકે અંજલી બંસલની નિમણૂંક થઈ છે જે અમદાવાદી છે. તાજેતરમાં આરબીઆઈએ દેના બેંકની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોન આપવાની સત્તા પર કાપ મૂક્યો હતો.
Published at : 01 Jun 2018 11:45 AM (IST)
View More





















