શોધખોળ કરો
બેંકો કામગીરીના કલાકોમાં કાઉન્ટર-ટેલર બંધ ન કરી શકે
1/5

નવી દિલ્હીઃ બેંકો તેમના લંચ બ્રેક દરમિયાન ક્યારેય પણ કાઉન્ટર બંધ કરી શકે નહીં. એક આરટીઆઇના સવાલના જવાબમાં રિઝર્વ બેંકે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કામગીરીના સમય દરમિયાનમાં બેંક કદી પણ પોતાના કાઉન્ટર કે ટેલર બંધ કરી ન શકે. કામકાજના સમયમાં જો કોઇ ખાતેદાર પહોંચી ગયો હોય તો તેના કામનો નિપટારો થવો જ જોઇએ, પછી ભલે બેંકે કામકાજનો સમય વધારો કેમ ન પડે!
2/5

ઉત્તરાખંડના હલદવાનીમાં રહેતા ડો.પ્રમોદ અગ્રવાલ ગોલ્ડીએ આરટીઆઇ થકી રિઝર્વ બેંકને પૂછયું હતું કે, એસબીઆઇ, બેંક ઓફ બરોડા સહિત અન્ય બેંકોમાં શું કોઇ લંચ ટાઇમ હોય છે. લંચના સમયમાં બેંક કર્મચારી લેવડ-દેવડ સેવા પોતાના ગ્રાહકોને આપી શકે કે નહીં. આ બંને સવાલના જવાબમાં જણાવાયું છે કે, રિઝર્વ બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ રેગ્યુલેશને બેંકોમાં કામકાજના સમયમાં કોઇ લંચ ટાઇમ એટલે કે લંચ બ્રેકની વ્યવસ્થા નથી કરી. આ સંદર્ભે રિઝર્વ બેંકે તમામ બેંકોને ૧લી જુલાઇ ર૦૧પના રોજ પરિપત્ર જારી કર્યો હતો.
Published at : 07 Apr 2017 07:40 AM (IST)
View More























