હાલ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ 199 રૂપિયાની રેન્જમાં 1.4 જીબી ડેટા આપી રહી છે. પરંતુ બીએસએનએલ આ બધા પ્લાન્સને ટક્કર આપવા નવો પ્લાન લઈને આવી છે. બીએસએનએલ યુઝર્સ 186 રૂપિયાના રિચાર્જમાં 2.2 જીબી ડેટા આપી રહી છે. પ્લાનમાં પહેલા યૂઝર્સને 1 જીબી ડેટા મળતો હતો પરંતુ હવે ડેટાને રિવાઇઝ કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયો 199 રૂપિયામાં 56 GB 4G ડેટા તેના પ્રીપેડ યૂઝર્સને આપી રહી છે.
2/3
બીએસએનએલ અનલિમિટેડ પ્લાન વાઉચર આપી રહી છે. જેની કિંમત 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા અને 999 રૂપિયા છે. 186 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ સુધી રોજનો 1 જીબી ડેટા આપી રહી છે. જ્યારે 429 રૂપિયામાં 81 દિવસ સુધી રોજનો 1 જીબી ડેટા, 485 અને 666 રૂપિયાના પ્લાનમાં રોજનો 1.5 જીબી ડેટા અને 90 તથા 129 દિવસની વેલિડિટી અને 999 રૂપિયાના પ્લાનમાં 181 દિવસની વેલિડિટી સાથે 1 જીબી ડેટા આપવામાં આવે છે. તમામ પ્લાન્સ અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા આપે છે.
3/3
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ વચ્ચે નવા પ્લાન લોન્ચ કરવાની હરિફાઈ લાગી છે. આ દરમિયાન બીએસએનએલ પણ એક નવો પ્લાન લઈને આવી છે. નવા પ્લાનમાં બીએસએનએલના પ્રીપેડ યૂઝર્સને રોજનો 2.2 GB ડેટા વાપરવા મળશે.