ભારતીય માર્કેટમાં BMW X1નો મુકાબલો Mercedes GLA, Audi Q3 અને તાજેતરમાં જ લોન્ચ થયેલી Volvo XC40 સાથે થશે. આ ત્રણેય મોડલની કિંમત 34 લાખથી લઈને 44 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે.
2/4
sDrive20d M Sportમાં 2.0 લીટર, 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. આ નવા વેરિયન્ટમાં XDriveમાં આપવામાં આવેલા 8.8 ઈંચ યૂનિટની તુલનામાં 6.5 ઈંચ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. જોકે તેમાં હેડ અપ ડિસ્પ્લે સિસ્ટમ નથી આપવામાં આવી.
3/4
નવી દિલ્હીઃ BMWએ X1 સિરિઝમાં લેટેસ્ટ વેરિયન્ટ રજૂ કર્યું છે. આ વેરિયન્ટનું નામ sDrive20d M Sport છે. આ નવી SUVના ટોપ મોડલની ભારતીય બજારમાં કિંમત 44.50 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.
4/4
આ નવું વેરિયન્ટ ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં સેફ્ટી કિટ અને વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટેશનના હિસાબથી ટોપ વેરિયન્ટ જેવુ છે. એસડ્રાઇવમાં બીએમડબલ્યુની ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ આપવામાં આવી નથી.