શોધખોળ કરો
પ્રામાણિક ટેક્સપેયરનું સન્માન કરશે CBDT, ચાર શ્રેણીમાં આપવામાં આવશે સર્ટિફિકેટ
1/5

સીબીડીટી આકારણી વર્ષ 2016-17 માટે જેમણે ટેક્સની ચૂકવણી કરી છે તેના આધારે જુદી જુદી શ્રેણીમાં ઈમેલ દ્વારા વ્યક્તિગત ટેક્સપેયરને સર્ટિફિકેટ મોકલશે. આ સર્ટિફિકેટ એવા લોકોને મોકલવામાં આવશે જેમમે સમયસર ટેક્સની ચૂકવણી કરી દીધી છે અને જેમના પર કોઈ ટેક્સનું બાકી લેણું નથી તથા રિટર્ન સમયસર ફાઈલ કર્યું છે.
2/5

અંદાજે 8.43 લાખ ટેક્સપેયરને સમયસર ટેક્સની ચૂકવણી કરવા માટે ઈમે દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે. જેટલીએ કહ્યું કે, આ પહેલથી ટેક્સની ચૂકવણી સમયસર કરવા માટે લોકોમાં જાગૃકતા આવશે. જે ચાર શ્રેણી નક્કી કરવામાં આવી છે તેમાં પ્લેટિન (જેમણે એક કરોડ રૂપિયા કરતાં ધારે ટેક્સ ચૂકવ્યો છે), ગોલ્ડ (50 લાખથી એક કરોડ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), સિલ્વર (10થી 50 લાખ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), બ્રોન્ઝ (1થી રૂપિયા 10 લાખ સુધી ટેક્સ ચૂકવ્યો છે) પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા છે.
Published at : 26 Sep 2016 12:15 PM (IST)
View More





















