નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે 80 એફડીસી (ફિક્સ ડોઝ કોમ્બીનેશન) દવાઓ પર તાત્કાલીક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા સરકારે સપ્ટેમ્બર 2018માં 325 એફડીસી દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અધિકારીઓ તરફથી મળેલી જાણકારી અનુસાર, તેમાં એન્ટીબાયોટિક્સ, પેનકિલર, ફંગલ તથા જીવાણું સંક્રમણ, બેચેની, પેટના દુખાવા, ઉલટી, બ્લડ પ્રેશર, ઘુંટણનો દુખાવો, શરદી-ઉધરસની દવાઓ આમાં સામેલ છે. સરકારે આ મામલે સંબંધિત એક નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશન અનુસાર આ પ્રતિબંધ 11 જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે.
2/3
હવે આ તમામ દવાઓનું નિર્માણ અને વેચાણ નહી થઈ શકે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની કમિટી આ દવાના ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું તારણ પર આવી છે. આ દવાઓનો 900 કરોડ રૂપિયાનો બિઝનેસ છે.
3/3
જુના લીસ્ટના કારણે, Alkem, Microlabs, Abbott સિપ્લા, ગ્લેનમાર્ક ઈન્ટાસ ફાર્મા ફાઈઝર વોકહાર્ડ અને Lupin જેવી કંપનીઓની કેટલીએ બ્રાંડ પ્રતિબંધિત થઈ હતી. જુના લીસ્ટમાંથી 6000થી વધારે બ્રાંડ બંધ થઈ હતી.