આરબીઆઈના અધિકારી અનુસાર, 500ની નવી નોટો નબળી સપ્લાઈનું કારણ એ છે કે, સરકાર કેશ ટ્રાન્ઝેક્શનના મહત્ત્વ અને એક્સચેન્જની જરૂરતોને સમજવામાં નિષ્ફળ રહી છે. 500 રૂપિયાની નબળી સપ્લાઈનું એક કારણ એ પણ છે કે, તેના છાપકામની શરૂઆત મોડેથી કરવામાં આવી જ્યારે 2000ની નવી નોટનું છાપકામ પહેલા જ શરૂ થઈ ગયું હતું.
2/5
રિઝર્વ બેંકના આંકડા અનુસાર હાલમાં 9026.6 કરોડ નોટ સર્ક્યુલેશનમાં છે. તેમાંથી 24 ટકા હિસ્સો 500 અને 1000 રૂપિયાની નોટનો છે. પૂર્વ નાણાં પ્રધાન પિ. ચિદમ્બરનું માનીએતો મની સર્કુલેશન થાળે પડતા હજુ ઓછામાં ઓછા 7 મહિનાનો સમય લાગશે.
3/5
લોકોને પડી રહેલી હાલાકીની વચ્ચે ચર્ચા એવી છે કે, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નોટબંધીમાં રિઝર્વ બેંક પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે. આ વાતથી આરબીઆઈના અધિકારીઓ ગુસ્સામાં છે, તેમનું કહેવું છે કે, 500 રૂપિયાની નવી નોટની સપ્લાઈ પર અમારું કોઈ નિયંત્રણ નથી. તેના માટે અમને શા માટે દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. સરકાર તમામ નિર્ણય કરે છે. નાણાં મંત્રાલય દ્વારા સૂચના મળવા પર જ અમે કામ કરી રહ્યા છીએ.
4/5
આરબીઆઈ અનુસાર 2000 રૂપિયાની નવી નોટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા મૈસૂરમાં આવેલ પ્રેસમાં છપાય છે, જ્યારે 500 રૂપિયાની નવી નોટ મહારાષ્ટ્ર સ્થિત નાસિક અને દેવાસમાં ભારત સરકારના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈ રહી છે. જોથું પ્રિન્ટિંગ પ્રેસ પં. બંગાળના સાલ્બોનીમાં છે જ્યાં આરબીઆઈનું નિયંત્રણ છે અને અહીં 100 રૂપિયાની નોટ છપાઈ રહી છે.
5/5
નવી દિલ્હીઃ નોટબંધીને કારણે ઉભી થયેલ રોકડની મુશ્કેલી પાછલ બે નવી મોટ 500 અને 2000ની એક કહાની છૂપાયેલી છે. દરેક એટીએમમાંથી 500 રૂપિયાની નવી નોટ નથી મળી રહી, જ્યારે 2000 રૂપિયાની નોટ સરળતાથી મળી રહી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો શા માટે 500ની નવી નોટ નથી મળી રહી...