ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં હોન્ડા કાર્સ ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર રાજેશ ગોયલે કહ્યું, હવે અમારી એન્ટ્રી લેવલ કાર અમેઝ છે. અમે બ્રિયોનું પ્રોડક્શન બંધ કરી દીધું છે અને હાલ નેકસ્ટ જનરેશન બ્રિયોને ભારતીય માર્કેટમાં ઉતારવાનો કોઇ ઇરાદો નથી.
2/5
હોન્ડા બ્રિયોને ભારતમાં સપ્ટેમ્બર 2011માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી લઇ આજદિન સુધીમાં માત્ર 97,000 યુનિટ્સ જ વેચાયા છે. હોન્ડાએ 2108 ઓટો એક્સપો દરમિયાન કહ્યું હતું કે, કંપની 2020 સુધીમાં 6 નવી કાર માર્કેટમાં લોન્ચ કરશે. જેમાંથી અમેઝ અને નવી સીઆર-વીને ઉતારી દીધી છે. ચાલુ વર્ષે માર્ચ સુધીમાં નવી સિવિકને પણ લોન્ચ કરવામાં આવી શકે છે.
3/5
તેમણે કહ્યું કે, ભારતમાં છેલ્લા થોડા વર્ષોથી ટ્રેન્ડ બદલાઇ ગયો છે. એસયુવી અને 4 સીટર સેડાનને વધારે પસંદ કરવામાં આવી રહી છે. જેને અમેઝને મળી રહેલા પ્રતિસાદથી સમજી શકાય છે. લોન્ચ કર્યાના આશરે એક વર્ષની અંદર ન્યૂ જનરેશન મોડલના 63,000થી વધારે યૂનિટ્સ વેચાયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.
4/5
હાલ હોન્ડા બ્રિયો હેચબેકના સ્થાને અન્ય બીજા મોડલને માર્કેટમાં નહીં ઉતારવામાં આવે, અમેઝ જ ભારતમાં કંપનીની એન્ટ્રી લેવલ કાર હશે.
5/5
નવી દિલ્હીઃ જાણીતી કાર નિર્માતા હોન્ડા કાર ઈન્ડિયાએ ભારતમાં બ્રિયોનું પ્રોડક્શન ભારતમાં બંધ કરી દીધું છે. હોન્ડા બ્રિયો કંપનીની એન્ટ્રી લેવલ હેચબેક હતી. કંપનીએ તેનું ફેસલિફ્ટ વર્ઝન 2016માં ઉતાર્યું હતું, પરંતુ વેચાણમાં કોઇ ગ્રોથ જોવા મળ્યો નહોતો.