Activa-iમાં 109.19cc ફોર સ્ટ્રોક એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8bhp પાવર અને 8.94Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં 10 ઈંચ ટ્યૂબલેસ ટાયર્સ આપવામાં આવ્યા છે.
2/5
અન્ય સ્ટાન્ડર્ડ ફીચર્સની વાત કરવામાં આવે તો 2018 Activa-iમાં બોડી કલર્ડ મિરર્સ, ડાયનામિક ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર અને મોબાઇલ ચાર્જિંગ સાથે 18 લીટર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ ઉપરાંત નવા એક્ટિવામાં ઘણી એક્સેસરિઝ પણ આપવામાં આવી છે.
3/5
2018 Activa-i ગ્રાહકોને પાંચ નવા કલર ઓપ્શન- કેન્ડી જેજી બ્લી, ઇમ્પિરિયલ રેડ મેટાલિક, લશ મેગ્નેટ મેટાલિક, મેટ એક્સિસ, ગ્રે મેટિક અને ઓર્ચિડ પર્પલ મેટાલિકમાં ઉપલબ્ધ છે. નવા ફીચર્સમાં બોડી ગ્રાફિક્સ, મેટાલિક મફલર પ્રોટેક્ટર, સીટ ઓપનિંગ સ્વિચની સાથે ફોર ઈન વન લોક અને એક નવો ફ્રન્ટ હૂક આપવામાં આવ્યો છે.
4/5
હોન્ડાની નવી Activa-iમાં રેગ્યુલર એક્ટિવા મોડલની તુલનામાં ઘણી સ્લિક ડિઝાઇન આપવામાં આવી છે. જૂના મોડલની તુલનામાં નવી એક્ટિવાનું વજન પણ ઓછું છે. કંપનીએ નવી Activa-iને મહિલાઓ અને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે.
5/5
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયા (HMSI) 2018 Activa-iને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ નવી Activa-iની કિંમત ભારતમાં 50,100 રૂપિય (એક્સ શો રૂમ દિલ્હી) રાખી છે. આ નવા સ્કૂટરમાં થોડા કોસ્મેટિક અપડેટની સાથે નવા ફીચર્સ આપવામાં આવ્યા છે.