સીબીડીટી દ્વારા આ પહેલાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર વેતનભોગી કરદાતાઓ અને પોતાની આવકનું અનુમાન લગાવીને આઇટીઆર દાખલ કરવાવાળા કરદાતાઓની સંખ્યા 31 ઓગષ્ટ સુધી 71 ટકા વધારીને 5.42 કરોડ પર પહોંચી ગઇ છે. આ શ્રેણીનાં કરદાતાઓનાં નાણાંકીય વર્ષ 2017-18ને માટે પોતાનો આઇટીઆર ગયા મહીના સુધી દાખલ કરવાનો હતો.
2/3
સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું કે,”સંબંધિત શ્રેણીનાં કરદાતાઓને માટે આઇટીઆર સાથે ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખને 30 સપ્ટેમ્બર, 2018થી વધારીને 15 ઓક્ટોમ્બર, 2018 કરવામાં આવી રહી છે.” જો કે સીબીડીટીએ સ્પષ્ટ કરી દીધું છે કે આયકર કાનૂન, 1961ની કલમ 234એ અંતર્ગત રિટર્ન દાખલ કરવામાં ચૂક પર વ્યાજને લઇને કોઇ તારીખ વધારવામાં નથી આવી. કરદાતાઓને કલમ 234એ જોગવાઇ અંતર્ગત વ્યાજની ચૂકવણી કરવી પડશે.
3/3
નવી દિલ્હી: આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ વધારવામાં આવી છે. ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 15 ઓક્ટોમ્બર 2018 કરવામાં આવી છે.