જ્યારે તમે ભારતીય રેલવેના ઓનલાઈન પ્લેટફોર્મ irctc.co.inથી કોઈ ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ મળે છે. પરંતુ હવે તે રેલવે ખુદ નહીં આપે. ભારતીય રેલવે અનુસાર 1 સપ્ટેમ્બરથી વીમો લેવો છે કે નહીં તે તમારા પર આધાર રાખસે. રેલવેએ કહ્યું કે, ઈ-ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ઓપ્શનલ હશે.
2/5
તેનો મતલબ એ થયો કે, 1 સપ્ટેમ્બરથી તમે જે પણ ટિકિટ બુક કરાવશો તો તમારે ‘ઓપ્ટ ઇન’ (જોઈએ છે) અને ‘ઓપ્ટ આઉટ’ (નથી જોઈતી). બન્ને વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. એ પ્રમાણે તમારી ટિકિટની પ્રીમિયમની રકમ પણ ભરવાની રહેશે.
3/5
નવી દિલ્હીઃ ભારતીય રેલવે એક સપ્ટેમ્બરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવનારાઓ માટે મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આગામી મહિનાથી રેલવે ફ્રીમાં મળનારી એક સેવા બંધ કરી દેશે.
4/5
નોંધનીય છે કે, જિટિલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે સપ્ટેમ્બર 2017માં ફ્રી ઇન્શ્યોરન્સ આપવાની સુવિધા લાવ્યું હતું. પરંતુ હવે આ સુવિધા માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. જોકે પ્રીમિયમની રકમ કેટલી હશે તેને લઈને રેલવેએ હાલમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.
5/5
ભારતીય રેલવે તરફથી આપવામાં આવતા વીમામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાની રકમ મળશે. આ રકમ પ્રવાસીઓને કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થવા પર આપવામાં આવે છે. ઉપરાંત વિકલાંગ થનાર વ્યક્તિને 7 લાક રૂપિયાની રકમ મળશે. ઘાયલ થવા પર 2 લાખ રૂપિયા આપવામાં આવે છે.