શોધખોળ કરો
ભારતનું પ્રથમ સ્માર્ટ ઇ-સ્કૂટર થયું લોન્ચ, કિંમત જાણીને લાગી જશે આંચકો
1/5

Ather S340 સિંગલ ચાર્જિંગ પર 60 કિ.મી. સુધી ચાલી શકતું હોવાનો કંપનીનો દાવો છે. 1.92 kWh lithium ion બેટરી પાવરથી ઇલેક્ટ્રિક મોટર ચાલે છે. જે 14 એનએમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 7.3 સેકન્ડમાં 40 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે.
2/5

સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવામાં આવતી IP67 રેટેડ બેટરીનો ઉપયોગ પહેલીવાર કોઇ ટૂ વ્હીલરમાં કરવામાં આવ્યો છે. IP67 રેટિંગ એટલા માટે આપવામાં આવે છે કે આ બેટરી ડસ્ટપ્રૂફ અને વોટરપ્રૂફ હોય છે.
3/5

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ સ્માર્ટ ઇ-સ્કૂટર Ather S340ને દેશમાં લોન્ચ કરી દેવામાં આવ્યુંછે. આ સ્કૂટરની કિંમત 1.09 લાખ રૂપિયા છે. જેને હિસાબે તે ભારતનું સૌથી મોંઘું ઈલેક્ટ્રિક સ્કૂટર કહેવામાં આવે છે.
4/5

આ સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિ.મી. પ્રતિ કલાક છે અને તેની રેન્જ 75 કિ.મી.ની છે. બન્ને સ્કૂટરમાં સરખી બેટરી કેપેસિટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે Ather 450 વધારે પાવરફુલ એન્જિન ધરાવે છે.
5/5

700 રૂપિયાના એડિશન મંથલી સબ્સ્ક્રિપ્શનમાં ફ્રી પબ્લિક, હોમ ચાર્જિંગ, રેગ્યુલર મેઇન્ટેનન્સ, બ્રેકડાઉન આસિસ્ટન્સ અને અનલિમિટેડ ડેટા સર્વિસિઝ મળશે. બેંગાલુરુની ટેક સ્ટાર્ટઅપ Ather Energyએ આ સ્કૂટરને અનેક સારા ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે.
Published at : 07 Jun 2018 08:27 AM (IST)
View More





















