શોધખોળ કરો
વીમા કંપનીઓ પ્રીમિયમમાં 500-1000ની જૂની નોટ નહીં સ્વીકારે
1/3

ઇરડાએ નોટિફિકેશનમાં કહ્યું કે, જૂના નોટિફિકેશનમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે જૂની નોટ સ્વીકારવામાં આવશે. તેમા માત્ર જીવન વીમા કંપનીઓ દ્વારા આપવામાં આપોલ પોલિસી માટે પ્રીમિયમ ભરવાના ગાળામાં 30 દિવસ વધારો કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ છે.
2/3

ઇરડાએ સ્પષ્ટતા કરી છે કે, તેણે માત્ર પ્રીમિયમ ચૂકવવા માટે 30 દિવસનો વધારાનો સમય આપ્યો છે. ઈરડાએ કહ્યું કે, તેના ધ્યાનમાં આવ્યું છે કે, મીડિયામાં કેટલાક સમાચાર આવી રહ્યા છે કે વીમા કંપનીએ વીમા પ્રીમિયમ માટે 500 અને 1000ની જૂની નોટ સ્વીકારવાની મંજૂરી આપી છે.
Published at : 30 Nov 2016 01:45 PM (IST)
View More























