સરકાર દ્વારા નાની બચત યોજવનામાં વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ હવે સુકન્યા સૃદ્ધિ યોજનામાં 8.6ની જગ્યાએ 8.5 ટકા, કિસાન વિકાસ પત્રમાં 7.8ની જગ્યાએ 7.7, પીપીએફમાં 8.1ની જગ્યાએ 8.0, એનએસસીમાં 8.1ની જગ્યાએ 8.0, મંથલી ઇનકમ એકાઉન્ટ સ્કીમાં 7.8ની જગ્યાએ 7.7, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 8.6ની જગ્યાએ 8.5 ટકા વ્યાજ દર રહેશે. જ્યારે બચત ખાતા પર પહેલાની જેમ જ 4 ટકાના દરે વ્યાજ મળશે.
2/4
સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓની સમીક્ષા કરે છે અને તેને આધારે તેના વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સરકારે સ્મોલ સેવિંગ સ્કીમને માર્કેટ સાથે લિંક કરી દીધી છે. કહેવાય છે કે, વિતેલા ત્રણ મહિનામાં સરકારી સિક્યોરિટીઝ પર માર્કેટનું વળતર ઘટ્યું છે, ત્યાર બાદ સ્મોલ સેવિંગ સ્કીમ પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિતેલા કેટલાક મહિનાથી બોન્ડ યીલ્ડમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે સરકાર વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારીમાં હતી. નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરે છે કે તેના દ્વારા ચૂકવણી આવકથી વધારે ન હોય.
3/4
જોકે, પોસ્ટ ઓફિસના બચત ખાતા પર મળનારા વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેના પર અગાઉની જેમ જ 4 ટકા વ્યાજ મળતું રહેશે. નવા રેટ 1 ઓક્ટોબર 2016થી ડિસેમ્બર 2016 સુધી લાગુ રહેશે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં બીજી વખત નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ પહેલા 1 એપ્રિલે સરકારે તેમાં 40થી 130 બીપીએસનો ઘટાડો કર્યો હતો.
4/4
નવી દિલ્હીઃ એક બાજુ મોંઘવારીનો માર તો બીજી બાજુ સામાન્ય બચતના વ્યાજ દરમાં ઘટાડો કરવાથી સામાન્ય વ્યક્તિને બેવડો માર પડ્યો છે. સરકારે વિવિધ નેશનલ સ્કીમની સાથે સાથે પોસ્ટ ઓફિસ સેવિંગ પરની વિવિધ સ્કીમ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. નાણાં મંત્રાલયે અલગ અલગ બચત સ્કીમ પરના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. સરકારના આ પગલાથી પીપીએફ નેશનલ સેવિંગ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ સહિત પોસ્ટ ઓફિસ યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.