જો તમારે સીટની ઉપલબ્ધતા જાણવી છે તો SEAT લખવાનું રહેશે. તેમાં તમારે યાત્રાની તારીખ, સ્ટેશનનો STD કોડ, સીટનો ક્લાસ અને કોટા લખીને 139 પર મોકલી દો. તમે ટ્રેનનું ટાઈમ ટેબલ તેનો નંબર મોકલીને જાણી શકો છો. ઉપરાંત તમારી ટ્રેન ક્યાં ચે તેની જાણકારી પણ લઈ શકો છો. ટ્રેનં બર અને નામ પણ જાણી શકો છો.
2/4
જો તમે ટ્રેનના આવવા અને જવાની જાણકારી ઇચ્છો છો તો તમને તે સ્ટેશનનો STD કોડ ખબર હોવો જોઈએ. તમે સૌથી પહેલા AD લખો અને ત્યાર બાદ સ્પેસ આપીને ટ્રેન નંબર લખો બાદમાં ફરી સ્પેસ આપો અને એ સ્ટેશનનો STD કોડ લખો ( જો આગળ 0 છે તો જરૂર લકો જેમ કે 011). ધારો કે તમારી ટ્રેનનો નંબર 12345 છે અને સ્ટેશનનો STD કોડ 0731 છે તો તમે AD 12345 0731 લકો અને તેને 139 પર મોકલી દો. તમને ટ્રેનની જાણકારી મળી જશે.
3/4
139 પર કોલ દ્વરા પણ આ સેવાનો લાભ લઈ શકાય ચે. તેના માટે તમારે 139 પર SMSને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં મોકલવાનો રહેશે. તમે આ સેવાનો ઉપયોગ USSD દ્વારા પણ મેળવી શકો છો. જો તમારે પીએનઆરની જાણકારી જોઈએ છે તો તમારો 10 અંકનો પીએનઆર લખો અને તેને 139 પર સેન્ડ કરી દો. ત્યાર બાદ તમારા મોબાઈલ પર તમારી ટિકિટની સંપૂર્ણ જાણકારી આવી જશે.
4/4
નવી દિલ્હીઃ રેલવેનું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે. ઉપરાંત સ્ટેશન પણ બદલાઈ ગયા છે. જો તમારા ફોનમાં ઇન્ટરનેટ કામ ન કરતું હોય તો કોઈ વાંધો નથી. તમે ઘર બેઠે રેલવે ઇન્ક્વાયરી નંબર 139થી રેલવે સાથે જોડાયેલ દરેક જાણકારી મેળવી શકો છો. આ નંબર ખૂબ જ કામનો છે. તમે આ નંબર પર SMS મોકલીને PNR ઉપરાંત ટ્રેનનો ટાઈમ ટેબલ, ભાડું, સીટ ઉપલબ્ધતા, તત્કાલની જામકારી અને ટ્રેન નંબરની જાણકારી પણ મેળવી શકો છો. આઈઆરસીટીસી સાથે જોડાયેલ જાણકારી પણ આ નંબરથી મેળવી શકો છો.