આ પહેલા મે 2016માં પણ કંપનીએ 75,419 જેટલા બલેનો કારના મોડેલને પરત ખેંચ્યા હતા અને તેમાં રહેલા એરબેગના ઇશ્યુને રીપેર કરી સોલ્વ કર્યો હતો. આ કાર્સ 3 ઓગસ્ટ 2015થી 22 માર્ચ 2016 દરમિયાન મેન્યુફેક્ચર કરવામાં આવી હતી.
2/4
કંપની દ્વારા વૈશ્વિક ધોરણે હાથ ધરવામાં આવેલ પોતાના આ સર્વિસ કેમ્પેઇનના કારણે અન્ય ગ્રહકોને પણ અગવડ પડી શકે છે. આ પહેલીવાર નથી કે મારુતિએ બલેનો કારના મોડેલને પરત ખેંચ્યું હોય.
3/4
ઇન્ડો-જાપાની કાર નિર્માતા કંપની 14 મેથી પોતાની ડીલરશિપ દ્વારા હાલના ગ્રાહકોનો સંપર્ક કરવાનું શરૂ કરશે. આ દરમિયાન કંપની Swift અને Baleno હેચબેકમાં કોઈ ખરાબ પાર્ટને રિપ્લેસ કરશે. આ કાર 1 ડિસેમ્બર 2017થી લઈને 16 માર્ચ 2018ની વચ્ચે તૈયાર કરવામાં આવી હતી. આ દરમિયાન ખરીદેલી કારનું ઇન્સ્પેક્શન કરી તેના સંપૂર્ણ પાર્ટને ફ્રી ઓફ કોસ્ટ બદલી દેવામાં આવશે. આવા યૂનટિ્સની સંખ્યા 52,686 છે.
4/4
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ પોતાની નેક્સા વેબસાઈટ પર Swift અને Balenoના ગ્રાહકો માટે એક સર્વિસ કેમ્પેનની જાહેરાત કરી છે. કંપની કારની બ્રેક વેક્યૂમ હોજમાં કોઈ ટેક્નીકલી ફેરફાર માટે કારના ગ્રાહકોનો સંપર્ક કરવાનું શરૂ કરશે.