આ મામલે એમેઝોને કહ્યું કે, આવી ઘટના બની છે અને ગ્રાહકને પૈસા પાછા આપવા માટે પ્રક્રિયા હાથ ધરી છે. એમેઝોને કહ્યું કે, લોકોનો અમારી સેવા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ પ્રકારની ઘટનાને અમે ગંભીરતાથી લઇએ છે. પોલીસમાં થયેલી ફરિયાદમાં અમે પુરો સહકાર આપીશું.
2/4
ગ્રાહકની ફરિયાદનાં આધારે પોલીસે એમેઝોન કંપનીના દેશનાં હેડ અમીત અગ્રવાલ, પ્રદિપ કુમાર, રવિશ અગ્રવાલ અને ડિલવરી બોય અનિલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3/4
આ ફરિયાદ નોંધાયા પછી એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓને તે ગંભીરતાથી લે છે. ફરિયાદીએ જણાવ્યું કે, તેણે એમેઝોન ઓનલાઇન પરથી મોબાઇલનો ઓર્ડર કર્યો હતો. પણ જ્યારે ઓક્ટોબર 27ના રોજ આ ડિલીવરી પેકેટ તેના ઘરે આવ્યું ત્યારે તેમાં મોબાઇલની જગ્યાએ સાબુ હતો.
4/4
નવી દિલ્હીઃ ગ્રેટર નોયડામાં રહેનાર એક વ્યક્તિએ ઈ-કોમર્સ કંપની એમેઝોનના કન્ટ્રી હેડ સહિત ચાર લોકો વિરૂદ્ધ બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એમેઝોન પર ઓનલાઇન મોબાઇલ ફોનનો ઓર્ડર આપ્યો હતો પણ જ્યારે પેકેટ તેના ઘરે આવ્યું અને ખોલ્યુ તો, ખબર પડી કે, તેમાં મોબાઇલ નહીં પણ સાબુ હતો. ત્યાર બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.