અમદાવાદમાં લિટર દીઠ પેટ્રોલ-ડીઝલનો ભાવ અનુક્રમે 67.60 અને 67.07 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 67.41 અને ડીઝલનો ભાવ 66.89 રૂપિયા પર પહોંચ્યો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 67.58 અને ડીઝલનો ભાવ 67.07 રૂપિયા છે. વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ 67.32 અને ડીઝલનો ભાવ 66.79 રૂપિયા છે.
2/3
નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધાવાનો સિલસિલો ફરી શરૂ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં વધારાને કારણે ભારતીય બજારો પર પણ તેની અસર જોવા મળી રહી છે. આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ક્રૂડ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ 38 પૈસા અને ડીઝલમાં 49 પૈસા પ્રતિ લિટર કિંમત વધારી છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 70.13 રૂપિયા અને ડીઝલનો ભાવ 64.18 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
3/3
મુંબઈમાં એક લિટર પેટ્રોલ 75.77 રૂપિયા અને ડીઝલ 67.18 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા છ દિવસમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આશરે 2 રૂપિયાનો વધારો થયો છે.