આ ઘટાડો સતત ત્રીજા દિવસે કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં આવેલ ઘટાડાને પગલે ઘરઆંગણે ક્રૂડની કિંમતમાં લોકોને રાહત મળી છે. છેલ્લા થોડા મહિનાથી ક્રૂડની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની છેલ્લા થોડા સમયમાં રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગઈ હતી.
2/4
વધતી કિંમતને કારણે કેન્દ્ર સરકાર પર વિપક્ષ પ્રહાર કરી રહ્યું હતું ત્યારે કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2.5 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી અને રાજ્ય સરકારોને પણ આટલો જ ઘટાડો કરવા માટે કહ્યું હતું. આ જાહેરાત બાદ ગ્રાહકોને થોડી રાહત મળી હતી પરંતુ બાદમાં કિંમતમાં ફરી સતત વધારો જોવા મળ્યો હતો.
3/4
જો ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 12 પૈસાના ઘટાડા બાદ 75.36 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મુંબઈમાં 13 પૈસાના ઘટાડા બાદ 79 રૂપિયા પ્રતિ લિટર કિંમત થઈ છે.
4/4
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડાને પગલે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હમાં પેટ્રોલની કિંમતમાં 39 પૈસાના ઘટાડા સાથે પ્રતિ લિટર 81.99 રૂપિયા છે, તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 38 પૈસા પ્રતિ લિટર ઘટીને 87.46 રૂપિયા નોંધાઈ છે.