કંપનીનો દાવો છે કે એએમટી વેરિઅન્ટ મેન્યુઅલ વેરિઅન્ટની તુલનામાં વધારે માઈલેજ આપે છે.
2/5
કારમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન લાગેલ છે જે 67 બીએચપીનોપાવર અને 91Nmનો ટોર્ક આપે છે. કંપનીના દાવા અનુસાર આ કાર એએમટીની સાથે 24.04 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. જ્યારે કારનું મેન્યુઅલ વેરિઅન્ટ 23.01 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે.
3/5
રેનો ક્વિડ એએમટીમાં 5-સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (ઈઝી આર)થી સજ્જ છે જે ટ્રાફિકમાં ડ્રાઈવને સરળતા આપે છે. એએમટીવાળી ક્વિડ માત્ર RXT વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. આ કારમાં MediaNav મલ્ટીમીડિયા અને નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવી છે.
4/5
રેનો ક્વિડ એએમટી પોતાના સ્ટાન્ડર્ડ મેન્યુઅલ મોડલ કરતાં 30 હજાર રૂપિયા મોંઘી છે. લોન્ચ સમયે કંપનીના કન્ટ્રી સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સુમિત સહનીએ જણાવ્યું કે, એએમટી ટેક્નોલોજીની માગ હાલમાં ખૂબ વધી ગઈ છે, એવામાં આ જાણીતી હેચબેકને એએમટીથી સજ્જ કરવી જરૂરી હતી. અમને આશા છે કે, રેનો ક્વિડ એએમટી ગ્રાહકોને પસંદ પડશે અને કંપનીને તેનાથી ફાયદો થશે.
5/5
નવી દિલ્હીઃ 2016 દિલ્હી ઓટો એક્સ્પોમાં પ્રથમ વખત શોકેસ કરવામાં આવેલ રેનો ક્વિડનું એએમટી વેરિઅન્ટ ભારતીય બજારમાં આવી ગયું છે. રેનો ક્વિડ એએમટીની દિલ્હીમાં એક શોરૂમ કિંમત 4.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે. રેોન ક્વિડે ઓછા સમયમાં ખૂબ જ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે અને આ કારને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. રેનો ક્વિડ એએમટી માત્ર 1.0-લીટર એન્જિન વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ હશે.