વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ ક્વિડ રેનો માટે સફળ સાબિત થઈ છે. શરૂઆતમાં આ 800 સીસી એન્જિનની સાથે આવી હતી જેની કિંમત 2.64-3.73 લાખ રૂપિયા હતી. ચાલુ વર્ષે ઓગસ્ટમાં રેનોએ ક્વિડનું 1000 સીસીનું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે જેની કિંમત 3.95 લાખ રૂપિયા છે.
2/5
સૂત્રોએ જણાવ્યં કે, રિકોલ કરવામાં આવેલ 10 ટકા કારમાં ફ્યુઅલ સિસ્ટમ્સમાં ખરાબી હોઈ શકે છે. એટલે કે 5000 ક્વિડ કારમાં આ પ્રકારની ખામી હોઈ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર ગાળામાં કંપનીએ 56,028 ક્વિટ કાર વેચી છે.
3/5
કંપનીએ જણાવ્યું છે કે, તે ગ્રાહકોનો સંપર્ક કરી રહી છે. તેમને નજીકના ડીલરને ત્યાં જવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી તેમની કારની તપાસ થઈ શકે.
4/5
નવી દિલ્હીઃ ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોએ અંદાજે 50 હજાર ક્વિડ કાર રિકોલ કરી છે. આ કારમાં ફ્યુઅલ સિસ્ટમ્સમાં સુધારાની સાતે સાથે એક હોજ ક્લિપ લગાવવામાં આવશે. ક્વિડ ભારતીય બજારમાં રેનોની એન્ટ્રી લેવલની નાની કાર છે.
5/5
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, રેનો ઇન્ડિયા 18 મે 2016થી ઓક્ટોબર 2015ની વચ્ચે બનેલ 0.8 એલ વેરિઅન્ટ (800 સીસી)ની ક્વિડ કારને રિકોલ કરી રહી છે. આ કારને રિકોલ કરીને કંપની તેનું નિરીક્ષણ કરશે. નિવેદન અનુસાર આ કારમાં એક ફ્યૂઅલ હોજ ક્લિપ લગાવવામાં આવશે. સાથે જ ફ્યુઅલ સિસ્ટમ્સની તપાસ કરવામાં આવશે જેથી ફ્યુઅલ આપૂર્તિમાં જો કોઈ પણ મુશ્કેલી હોયતો તેનું સમાધાન કરી શકાય. કંપનીએ કહ્યું કે, રિકોલ કરવામાં આવેલ કારની તપાસ ફ્રીમાં કરવામાં આવશે.