માર્ચ 2018 સુધી, SBIએ લગભગ 39.50 કરોડ કાર્ડ જારી કર્યા હતા જેમાં 26 કરોડ કાર્ડ એક્ટિવ રૂપથી વપરાય છે. SBIની ગૉલ્ડ કાર્ડની લિમિટ 40,000 રૂપિયા અને પ્લેટિનમ કાર્ડની લિમિટ 1 લાખ રૂપિયા પ્રતિદિન છે.
2/4
SBIએ લગભગ એક મહિના પહેલા ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ ધારકો માટે આ સુચના આપી હતી. બેંકનું કહેવું છે કે જો આપે ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડમાંથી એક દિવસમાં વધુ પૈસા કાઢવા ઈચ્છો છો તો આપે મોટી લિમિટ વાળા કાર્ડ માટે એપ્લાય કરવું પડશે.
3/4
જોકે ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ સિવાય SBIના અન્ય કાર્ડ પર આ નવી લિમિટ લાગુ નહીં પડે. અત્યાર સુધી દરેક SBI કાર્ડ દ્વારા ATMથી 40,000 રૂપિયાની લિમિટ હતી.
4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ડેબિટ કાર્ડધારકો માટે રોકડ ઉપાડની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એસબીઆઈના ગ્રાહકો આજથી એટલે કે 1 નવેમ્બરથી દિવસમાં વધુમાં વધુ 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા 40 હજાર રૂપિયાની હતી. આ રોકડ ઉપાડ પરની મર્યાદા ક્લાસિક અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડધારકો પર લાગુ પડશે. જે એસબીઆઈના કુલ કાર્ડધારોકની સંખ્યાના 50 ટકા જેટલી થવા જાય છે.