બેંકે કહ્યું કે, રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ અમે સૌથી પ્રથમ એવી બેંક છીએ જેણે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે કહ્યું કે, ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોને લાભ આપવાના ઉદ્દેશથી આ નિર્ણય કર્યો છે. ગુરુવારે આરબીઆઈએ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો છે.
2/2
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નીતિગત વ્યાજ દરમાં ઘટાડો કર્યાના એક દિવસ બાદ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 30 લાખ રૂપિયા સુધીની તમામ હોન લોન પર વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કરવાની શુક્રવારે જાહેરાત કરી છે.