સુવિધા ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટઃ ટ્રેનોમાં હવે વેઈટિંગ લિસ્ટની ઝંઝટ ખતમ થઈ જશે. રેલવે દ્વારા ચલાવવામાં આવીત સુવિધા ટ્રેનમાં પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટની સુવિધા આપવામાં આવશે. તેની જાહેરાત રેલવે પ્રધાને બજેટમાં કરી હતી. રેલવે આજતી રાજધાની, શતાબ્દી દુરંતો અને મેલ-એક્સપ્રેસની જેમ જ સુવધા ટ્રેન ચલાવશે.
3/5
સુવિધા ટ્રેનોમાં ટિકિટ કેન્સલ કરાવવા પર 50 ટકા રકમ પરત મળશે. ઉપરાંત એસી-2 પર 100 રૂપિયા, એસી-3 પર 90 રૂપિયા અને સ્લીપર પર 60 રૂપિયા પ્રતિ પ્રવાસી કાપવામાં આવશે. રેલવેએ પ્રથમ વખત નવા ટાઈમ ટેબલમાં ત્રિપુરા, મણિપુર અને મિઝોરમની ટ્રેનને સામેલ કરી છે. રેલવેએ સૌથી વ્યસ્ત રૂટ પર ઉદય ડબલ ડેકર એસી ટ્રેન ચલાવશે.
4/5
રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં પેરપલેસ ટિકિટિંગની સુવિધા શરૂ થઈ રહી છે. આ સુવિધા બાદ શતાબદી અને રાજધાની ટ્રેનોમાં પેપરવાળી ટિકિટ નહીં મળે, પરંતુ તમારા મોબાઈલ પર ટિકિટ મોકલી આપવામાં આવશે. ઉપરાંત રેલવે હવે અલગ અલગ ભાષામાં ટિકિટ આપવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. અત્યાર સુધી પ્રવાસીઓને હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ટિકિટ મળતી હતી, પરંતુ નવી વેબસાઈટ બાદ હવે અલગ અલગ ભાષામાં ટિકિટ બુક કરાવી શકાશે.
5/5
તત્કાલ ટિકિટના નિયમોમાં ફેરફારઃ તત્કાલ ટિકિટ ટિકિટ કેન્સલ કરાવવા પર હવે 50 ટકા રકમ મળશે. ઉપરાંત સવારે 10-11 કલાક સુધી એસી કોચ માટે ટિકિટ બુકિંગ થશે. જ્યારે 11-12 કલાક સુધી સ્લીપર કોચ માટે બુકિંગ થશે. નવી ટ્રેન પણ આજથી શરૂ થશે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ નવું ટાઈમ ટેબલ રજૂ કર્યું છે. રેલવેએ પોતાના ટાઈમટેબલમાં તેજસ, હમસફર એક્સપ્રેસ ટ્રેનને સામેલ કરી છે. રેલવેએ 350 મેલ અને એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારી દીધી છે, જેના કારણે પ્રવાસના સમયમાં ઘટાડો થશે. રેલવેએ 75 ટ્રેનની સ્પીડ વધારીને સુપરફાસ્ટ કરી દીધી છે.