શોધખોળ કરો
ચંદા કોચર સામે FIR નોંધનારા CBI ઓફિસરની બદલી, જાણો વિગત

1/4

મુંબઈઃ આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર, તેના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના એમડી વેણુગોપાલ ધૂત સામે કેસ નોંધનારા સીબીઆઈ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. સીબીઆઈ અધિકારી સુધાંશુ ધર મિશ્રાએ આ કેસ દાખલ કર્યો હતો. તેમની જગ્યાએ વિશ્વજીત દાસની નિમણૂક કરવામાં આવી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, આ મામલા સાથે સંકળાયેલી માહિતી લીક કરવાના આરોપમાં અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. માહિતી લીક કરવાના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
2/4

સીબીઆઈએ ચંદા કોચર, દીપર કોચર અને વીડિયોકોન ગ્રુપના એમડી વેણુગોપાલ ધૂત સામે એક મામલો નોંધ્યો છે. સીબીઆઈએ ચંદા કોચરના કાર્યકાળ દરમિયાન બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપને 1875 કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપવામાં કરેલા ગોટાળા મામલે આ કેસ દાખલ કર્યો છે.
3/4

ન્યૂઝ એજન્સી એએનઆઈએ કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
4/4

ઉલ્લેખનીય છે કે સીબીઆઈની બેંક સુરક્ષા સેલના નવી દિલ્હી યુનિટના સંયુક્ત નિર્દેશક પ્રવીણ સિન્હાએ એફઆઈઆરમાં ચંદા કોચર મામલામાં પીઈની સહમતિ આપી હતી, પરંતુ તેને લાગુ કરતા પહેલા જ સિન્હાની જગ્યાએ મુરાદસનની વરણી કરવી દેવામાં આવી હતી. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ચંદા કોચર સામે કાર્યવાહી પર સીબીઆઈ પર સવાલ ઉઠાવ્યાના ગણતરીના કલાકોમાં જ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે.
Published at : 27 Jan 2019 03:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
