વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન દ્વારા 2007-2012 દરમિયાન લેવામાં આવેલી લોન ભરપાઈ ન કરતાં 2013માં તેની સામે 17 બેંકો કરવામાં આવેલા કેસ અંતર્ગત ટ્રિબ્યૂનલ દ્વારા ઈ-ઓક્શન કરવામાં આવી હતી.
2/4
‘અમારી કંપનીએ માલ્યાના બે પર્સનલ હેલિકોપ્ટર 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ટ્રિબ્યૂનલની ઈલેકટ્રોનિક બીડમાં અમે દરેક માટે 4.37 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. 5 સીટરની ક્ષમતા અને ડ્યુલ એન્જિન ધરાવતું એરબસ યુરોકોપ્ટર B155 હેલિકોપ્ટર 10 વર્ષ જૂનું છે અને સારી સ્થિતિમાં છે. હાલ તેને જૂહુ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું છે’ તેમ ચૌધરી એવિએશનના ડાયરેક્ટર સત્યેન્દ્ર સેહરાવતે જણાવ્યું હતું.
3/4
અહેવાલ મુજબ દિલ્હી સ્થિત ચૌધરી એવિએશન ફેસિલિટિસ લમિટેડએ માલ્યાના બંને હેલિકોપ્ટર ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલે ઈ-ઓક્શનમાં ખરીદ્યા હતા. ટ્રિબ્યૂનલ દ્વારા મીડિયાને ઈ-ઓક્શન અંગે માહિતગાર કરવામાં આવ્યા નહોતા.
4/4
નવી દિલ્હીઃ દેશની બેંકોનું 9000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને લંડન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાના બે હેલિકોપ્ટર હરાજીમાં દિલ્હી સ્થિત ચૌધરી એવિએશન કંપનીએ 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.