કંપનીના કોમર્શિયલ ડાયરેક્ટર સંદીપ કટારિયાએ કહ્યું કે, અમારા 90 ટકા ગ્રાહકો પ્રીપેઈડ સેવાનો ઉપયોગ કરે છે અને તેને જુદી જુદી સેવાઓનો લાભ લેવા માટે અલગ અલગ રિચાર્જ કરાવવું પડે છે. માટેતેની જુદી જુદી જરિયાતને ધ્યાનમાં રાખીને અમે એક વોડાફોન ફ્લેક્સ પ્લાન રજૂ કર્યો છે. જેમાં ગ્રાહકોએ માત્ર એક રિચાર્જ કરાવવાનું રહેશે અને તે ઇન્ટરનેટ, વોયસ કોલ, એસએમેસ અને રોમિંગ વગેરે સેવાનો લાભ લઈ શકશે. યુઝર્સે તેના માટે અલગ અલગ રિચાર્જ નહીં કરાવવું પડે અને આ 2G, 3G અને 4G પર સરખા દરે કામ કરશે. કંપનીએ આ નવી પ્રોડક્ટના પ્રચાર માટે ઉત્તર ભારતમાં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી અને દક્ષિણ ભારતમં અભિનેતા બોબી સિમ્હાને તેના બ્રાન્ડ એમ્બેસ્ડર બનાવ્યા છે. કંપનીએ 117 રૂપિયાથી લઈને 395 રૂપિયા સુધીના રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે જેમાં સર્કલ અનુસાર ફેરફાર હશે.
2/3
શું છે ફ્લેક્સ પ્લાન? તેની શરૂઆતની કિંમત 117 રૂપિયા રાખવામાં આવી છે જેમાં 325 ફ્લેક્સ ફાળવવામાં આવ્યા છે. તે અંતર્ગત 1 એમબી ઇન્ટરનેટ (2જી, 3જી અને 4જી સરખા દરે)નો ઉપયોગ કરવા પર ગ્રાહકના કુલ પોઈન્ટમાંથી એક પોઈન્ટ કપાઈ જશે. આ એક એસએમએસ અને એક મિનિટ રોમિંગ પર ઇનકમિંગ માટે પણ આટલા જ રહેશે. તેવી જ રીતે એક મિનિટ આઉટગોઇંગ લોકલ અથવા એસટીડી કોલ માટે કંપની બે ફ્લેક્સ પોઈન્ટ કાપશે જે રોમિંગ પર એક મિનિટ આઉટગોઇંગ કોલ માટે પણ સરખા જ રહેશે.
3/3
નવી દિલ્હીઃ ટેલીકોમ ક્ષેત્રની મુખ્ય કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના પ્રીપેઈડ ગ્રાહકો માટે એક નવો પ્લાન વોડાફોન ફ્લેક્સ રજૂ કર્યો છે. જેમાં તેને એન્ટરનેટ, રોમિંગ, એસએમએસ અને વોયસ કોલ માટે અલગ અલગ રિચાર્જ કરાવવું નહીં પડે. આ રિચાર્જ અંતર્ગત કંપની એક કિંમતમાં ગ્રાહકોને નક્કી સંખ્યામાં પોઈન્ટ્સ (ફ્લેક્સ) આપશે અને ત્યાર બાદ કરવામાં આવનાર વોયસ કોલ, ડેટા યૂઝ, એસએમેસ, રોમિંગ જેવી સર્વિસની ચૂકવણી આ જ પોઈન્ટ્સ દ્વારા થશે. આ રિચાર્જની વેલિડિટી 28 દિવસ સુધી રહેશે જેમાં બાદમા થોડા વધાર રૂપિયા ચૂકવીને વધારાના પોઈન્ટ મેળવી શકાશે અથવા તેની વેલિડિટીને આગળ વધારવાની સુવિધા મળશે.