શોધખોળ કરો

રાજકોટ: ચોરીની શંકાએ કારખાનેદારે શ્રમિકને ઢોર માર મારતા મોત

પડવલા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ચોરીની શંકાએ કારખાને દારે શ્રમિકને માર મારતા મોત થયું છે. ગત 7 તારીખે પડવલા ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ કામ કરતા 19 વર્ષીય શ્રમિકને કારખાને દારે ઢોર માર માર્યો હતો.

રાજકોટ:  શાપર વેરાવળ નજીક પડવલા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ચોરીની શંકાએ કારખાને દારે શ્રમિકને માર મારતા મોત થયું છે. ગત 7 તારીખે પડવલા ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ રહેતા અને કારખાનામાં જ કામ કરતા 19 વર્ષીય શ્રમિક સોનું મહેશભાઈ આહિરવાડને કારખાને દારે ઢોર માર માર્યો હતો. કારખાનાના માલિક વિજય પટેલ સહિતે પટ્ટા -લાકડી વડે માર મારતા સારવાર અર્થે શ્રમિકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જેની જાણ પોલીસને થતા કારખાને દારને સકંજામાં હતો. આ અંગે પરિવારના સભ્યોએ કહ્યું કે, ચોરીની શંકાએ માર માર્યો હતો જેના કારણે તેમનું મોત નિપજ્યું છે.

સાબરકાંઠા: માતાએ પોતાની જ દીકરી પર કરાવ્યું દુષ્કર્મ, 20 લોકો સામે ફરિયાદ દાખલ
સાબરકાંઠા: હિંમતનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે, સગીરાએ નોંધાવેલી ફરિયાદમાં તેની માતાનું નામ જ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પીડિતાએ જે લોકોના નામ ફરિયાદમાં નોંધાવ્યા છે તેની વાત કરીએ તો, તેમની માતા, માતાનો પ્રેમી, મામી સહિત કુલ 20નો સમાવેશ થાય છે. સગીર વયની દીકરી સાથે જબરદસ્તી કરવામાં આવતી હતી. સગીરાની માતાનો પ્રેમી પણ દુષ્કર્મ આચરતો હતો. સગીરાની મરજી વિરુધ્ધ માતા બે હજાર રુપીયા લઈને પરપુરુષોને બોલાવતી હતી. મધ્ય પ્રદેશના રતલામમાં 12 લાખમાં સગીરાને વેચવાનુ નક્કી કરાતા આખરે સગીરાએ પોલીસનું શરણ લીધુ હતું. જે બાદ તેમણે હિંમતનગર એ ડિવિજન પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Gir Somnath : વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ, એકની હત્યા, 3 ઈજાગ્રસ્ત

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં મોટી જૂથ અથડામણ થઇ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીયારા સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.  બાળકોની બોલાચાલી અને અગાઉના મનદુઃખને લઈ બે જૂથ સામસામે આવી ગયા હતા અને અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોટ થયું છે અને ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને જૂથને વિખેરી નાખ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાના કેસમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું
ભાવનગર શહેરમાંથી ડુપ્લીકેટ નોટોનું કૌભાડ ઝડપાયું છે. બનાવટી નોટો સાથે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે કલર પ્રિન્ટરમાંથી પોતાના અંગત સ્વાર્થ માટે નોટોની પ્રિન્ટ કાઢી શહેરના તરસમીયા રોડ પર રૂ.7,58,000ની નકલી નોટોનો સોદો કરવા આ બે મહિલાઓ પહોંચી હતી. એ દરમિયાન એસ.ઓ.જી અને એલસીબીની ટીમ ત્રાટકી બંને કુખ્યાત મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ ડુપ્લીકેટ નોટના કૌભાંડમાં તપાસ દરમિયાન અન્ય લોકોના નામ ખૂલે તેવી પુરી સંભાવનાઓ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Embed widget