(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ચાર કરોડ રૂપિયાનો વીમો મેળવવા વ્યક્તિને 'હિટ એન્ડ રન'માં માર્યો, એક વર્ષ બાદ આ રીતે ઝડપાયા છ આરોપી
ભાલેરાવના ભાઈને શંકા હતી કે આ એક સામાન્ય હિટ એન્ડ રન અકસ્માત ન હોઈ શકે
મહારાષ્ટ્રના નાસિક શહેર પોલીસે 4 કરોડ રૂપિયાના જીવન વીમાની રકમનો દાવો કરવા માટે એક વર્ષ પહેલાં એક વ્યક્તિની હત્યા કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે અશોક સુરેશ ભાલેરાવ (46) ને ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે ઈન્દિરાનગર જોગિંગ ટ્રેક પાસે અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ટર્મ ઈન્સ્યોરન્સ માટે હત્યા
ભાલેરાવના ભાઈને શંકા હતી કે આ એક સામાન્ય હિટ એન્ડ રન અકસ્માત ન હોઈ શકે. તપાસમાં જાણવા મળ્યું કે ભાલેરાવની હત્યાના કાવતરામાં છ લોકો સામેલ હતા, જેમણે રૂ. 4 કરોડના ટર્મ ઈન્સ્યોરન્સની ઉચાપત કરી હતી. અધિકારીએ જણાવ્યું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
વીમાના પૈસા માટે પત્નીની હત્યા
ઉલ્લેખનીય છે કે વીમાના પૈસા માટે હત્યાનો આ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં રાજસ્થાનના જયપુરમાં પતિએ વીમામાંથી રૂ. 1.90 કરોડ મેળવવા માટે ખૂબ જ ભયાનક કાવતરું ઘડ્યું હતું. પતિએ તેની પત્નીને મંદિરમાં મોકલી પછી રસ્તામાં તેની હત્યા કરાવી હતી. આ માટે આરોપીઓએ હિસ્ટ્રીશીટરને સોપારી આપી હતી.
આ ઘટના 5 ઓક્ટોબરે બની હતી. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત હોવાનું જણાયું હતું. પરંતુ પોલીસે હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એજન્સી અનુસાર, 5 ઓક્ટોબરના રોજ આરોપી મહેશ ચંદે તેની પત્ની શાલુને તેના પિતરાઈ ભાઈ રાજુ સાથે બાઇક પર મંદિર જવા કહ્યું. પતિના કહેવા પર પત્ની મંદિર જવા રવાના થઈ. દરમિયાન સવારે 4.45 વાગ્યે એક એસયુવીએ તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં એવું લાગતું હતું કે આ એક માર્ગ અકસ્માત હતો, પરંતુ જ્યારે આ કેસની નજીકથી તપાસ કરવામાં આવી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું. પોલીસે મુકેશ સિંહ રાઠોડ સાથે તેના અન્ય બે સાથીઓ તેમજ એસયુવીના માલિક રાકેશ સિંહ અને સોનુની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓ ફરાર છે.
Delhi Acid Attack: દિલ્હીમાં વિદ્યાર્થીની પર ફેંકાયો એસિડ, CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ
રાજધાની દિલ્હીમાં એક છોકરાએ એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંક્યું છે. આ ઘટના દિલ્હીના દ્વારકા મોડ વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. આ વિદ્યાર્થીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપી છોકરો છોકરીને પહેલાથી જ ઓળખતો હતો. વિદ્યાર્થિની 12મા ધોરણમાં ભણે છે, જ્યારે તે સ્કૂલે જતી હતી ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટના અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, દ્વારકા જિલ્લાના વિસ્તારમાં એક છોકરાએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકવાની ઘટના બની છે. આ ઘટના સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી. વિદ્યાર્થીનીને સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે, દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે