Crime News: ભાવનગરમાં 13 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર
Crime News: ભાવનગરના તળાજા પંથકની 13 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ કરી શખ્શે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. સહેલીના ઘરે જતી સગીરાને ધાક ધમકી આપી બે શખ્સો બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતા.
Crime News: ભાવનગરના તળાજા પંથકની 13 વર્ષીય વિદ્યાર્થીનીનું અપહરણ કરી શખ્શે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. સહેલીના ઘરે જતી સગીરાને ધાક ધમકી આપી બે શખ્સો બાઈક ઉપર બેસાડી લઈ ગયા હતા. બાદમાં ફોરેસ્ટની અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રદીપ નામના શખ્સે તેના મિત્રની સાથે બાઈક પર આવી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. ધોરણ આઠમાં અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુષ્કર્મના બનાવને લઈ પોલીસ સ્ટેશનમાં 376, પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધાયો છે.
લંપટ ટ્યુશન શિક્ષકે ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા
વિદ્યાધામને શર્મશાર કરવાનો કિસ્સો આજે વડોદરા શહેરના નિઝામ પુરા વિસ્તારના અર્પણ કોમલેક્સમાં આવેલ એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસમાં જોવા મળ્યો છે. જ્યાં સૈયદ વાસણા રોડ પર રહેતી ધોરણ-10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલાસીસમાં ટ્યુશનમાં અભ્યાસ અર્થે આવી હતી. કલાસીસના લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાના મગજમાં વાસનાનો કીડો સરવળતા કલાસ રૂમમાં એકલી રહેલી વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવી દઈ ને તેની શારીરિક અડપલાં કર્યા હતા.
વાલીએ વિડીયો કોલ કરતા જાણ થઇ
વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા વાલી એ તેના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો જ્યાં વિદ્યાર્થીનીએ ક્લાસમાં હોવાનું જણાવ્યું હતું. આથી વાલીને શંકા જતા તેઓએ વિડિઓ કોલિંગ દ્વારા તપાસ કરી હતી જ્યાં વિદ્યાર્થીની અને શિક્ષક દ્રશ્યોમાં જોયા હતા. જેથી ઘરે જલ્દી મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ લંપટ શિક્ષકે વાલીને ફોન દ્વારા જાણ કરી કે પુત્રીની તબિયત બગડી છે અને માથામાં વાગ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા રિક્ષામાં બેસાડીને ઘરે મુકવા આવ્યો હતો.
લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધાયો
આ લંપટ પ્રશાંત ખોસલા તેના મિત્ર સાથે વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં વાલીને શંકા જતા લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની પૂછપરછ કરતા તેને કબુલ્યું હતું કે વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું છે. આથી વિદ્યાર્થીનીના વાલીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ લંપટ શિક્ષકને સબક શીખડવા માટે ફતેહગંજ પોલીસને જાણ કરતા પોલીસે લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધયો હતો બાદમાં પોસ્કોના ગુનાનો વધારો કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.