Crime News: રાજકોટમાં 15 વર્ષીય સગીરાની છેડતી, સ્કૂલેથી આવતા સમયે આરોપીએ.....
Crime News: રાજકોટમાં વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 15 વર્ષીય સગીરા જ્યારે સ્કૂલેથી આવતી જતી હતી ત્યારે આરોપી તેનો પીછો કરતો હતો.
Crime News: રાજકોટમાં વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 15 વર્ષીય સગીરા જ્યારે સ્કૂલેથી આવતી જતી હતી ત્યારે આરોપી તેનો પીછો કરતો હતો. હવે આ મામલે અંશ ડોડીયા નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. સગીરાની માતા નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
અમદાવાદના બાપુનગરમાં ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા અરેરાટી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા રાધારમણ ફ્લેટ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જાહેરમાં થયેલી હત્યાના વીડિયો સામે આવ્યા છે. ભાઈએ જ ભાઈની જાહેરમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આરોપી ભાઈ અને તેના સાળા સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. બાપુનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ હત્યા કેમ કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી.
મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાયો
ખુદને PMOના અધિકારી ગણાવતા મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવમાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દ્રારા ગઇઇ કાલ મોડી રાતે કિરણ પટેલને 2.30 કલાકે ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો. +જમ્મુ-કશ્મીર પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાના કેસમાં કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યા છે. 36 થી 40 કલાકની લાંબી મુસાફરી બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લાવી છે. કિરણ પટેલની આજથી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પૂછપરછ થશે.
મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમ્મુ -કાશ્મીર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી લીધી છે.અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીનમાં આવેલો રૂ.૧૫ કરોડનો બંગલો કિરણ પટેલ અને પત્ની માલિનીએ નકલી ડોકયુમેન્ટના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં થયેલી ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાંચે માલિનીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવા ક્રાઈમ બ્રાંચે તજવીજ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમ રવિવારે સવારે રોડ માર્ગે કિરણને લેવા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવી છે.