Crime News : સુરતમાં 16 વર્ષની કિશોરી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 21 વર્ષિય વિધર્મી યુવકે કિશોરીને પોતાના ઘરે લઈ જઇને દુષ્કર્મ આચર્યું.
Crime News : સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 21 વર્ષિય વિધર્મી યુવકે કિશોરીને પોતાના ઘરે લઈ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવકના ત્રાસથી કંટાળીને કિશોરીએ 100 નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરી હતી. કિશોરીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 21 વર્ષીય તોફીક વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Crime News : વડોદરાની નફીસાના આત્મહત્યા કેસમાં તેના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો, જાણો સમગ્ર વિગત
Vadodara : ગુજરાતમાં વધુ એક આયશાનો ભોગ લેવાયો છે. પ્રેમપ્રકરણમાં વડોદરાની નફીસા ખોખરે આત્મહત્યા કરી છે. નફીસાએ આયશાની જેમ જ આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો. નફીસાએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હવે આ આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે મોટો ઘટસ્ફોટ થયો છે.
5 વર્ષથી લિવઈનમાં રહેતા હતા નફીસા અને રમીઝ
નફીસા ખોખરના આત્મહત્યા કેસમાં નફીસાના પ્રેમી વિશે એક યુવતીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ યુવતી નફીસા અને રમીઝની ખુબ નજીક છે, કારણ કે શબનમ નામની આ યુવતી નફીસા અને રમીઝ જે ઘરમાં ભાડે રહેતા હતા તેમાં જ ભાડે રહેતી હતી. શબનમ તેના પતિ સાથે તો નફીસા તેના પ્રેમી શેખ રમીઝ અહેમદ સાથે એક જ ઘરમાં ભાડેથી રહેતા હતા.
નફીસાની આત્મહત્યા અંગે તેના પ્રેમી વિશે શબનમે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે નફીસા અને રમીઝ બંને 5 વર્ષથી લિવઈન રિલેશનમાં રહેતા હતા. બંને પતિ- પત્નીની જેમ રહેતા હતા. શબનમે એ પણ સ્પષ્ટ કહ્યું કે નફીસાની આત્મહત્યા પાછળ રમીઝ જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે રમીઝે લગ્ન કરવાની લાલચ આપી નફીસા સાથે લિવઈનમાં રહ્યો હતો એ આવી ચુકી છે. લિવઈન દરમિયાન રમીઝે નફીસાનું શારીરિક શોષણ કર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જો કે બાદમાં રમીઝે લગ્ન કરવાની ના પડતાં નફીસા આઘાતમાં સરી પડી હતી અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને આ વાતને શબનમના નિવેદનથી વધુ બળ મળી રહ્યું છે.