શોધખોળ કરો

નવસારી: 60 વર્ષના નરાધમે 13 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ

નવસારી: વાંસદાના એક ગામમાં દાદાની ઉંમરના વ્યક્તિએ સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. 60 વર્ષીય વૃદ્ધએ 13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરતા ચારેકોર આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહ્યો છે.

નવસારી: વાંસદાના એક ગામમાં દાદાની ઉંમરના વ્યક્તિએ સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. 60 વર્ષીય વૃદ્ધએ 13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરતા ચારેકોર આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આધેડે સગીરાને ખેતરમાં ફિલ્મી ગીતો સંભળાવવાની લાલચ આપી એકાંતમાં બોલાવી હતી અને ત્યાર બાદ તકનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મની વાત કોઈને ન કહેવા સગીરના ધમકી પણ આપી હતી. જો કે સગીરાએ હિંમત કરી આ વાત પરિવારને કહેતા આખરે ભાંડો ફૂટ્યો હતો. આરોપીનું ચંપક પટેલ હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે ચંપક પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ARVALLI : ભિલોડાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારથી ચકચાર

Aravalli News : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સગીર બાળકી પર સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ સગીર બાળકીને ત્રણ શખ્સો રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને બાદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાના આરોપો લાગ્યા છે. આ સગીરાની માતાએ ઘટના અંગે ભિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ત્રણ શખ્સો સામે સામુહિક બળાત્કારનો  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણ હવસખોરોને ઝડપી પાડવા જિલ્લા એસઓજી ,એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમો કામે લાગી છે.સગીર બાળકી ઉપર ગેંગ રેપની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે. 

અમદાવાદમાં  ગેંગરેપ પિડિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
અમદાવાદમાં  ગેંગરેપ કરનાર આરોપીઓની ધમકીથી કંટાળીને પિડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2020માં બનેલી ગેંગરેપની ઘટનામાં જેલહવાલે કરાયેલા આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પગલું ભર્યું છે.  મોડી રાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતે પોલીસ પાસે યુવતીએ આરોપીઓ તરફથી મળતી ધમકીના પગલે અનેક વખત મદદ માંગી હતી પણ મદદ ન મળતા તેણે આ પગલું ભર્યું.

પીડિત યુવતી આજે સમગ્ર મામલાને હાઇકોર્ટમાં રજુઆત પણ કરવાની હતી જોકે તે પહેલા જ તેણે આ પગલું ભર્યું. પિડિતા પર 8 તારીખના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમા હુમલો પણ થયો હતો. ગત રાત્રીએ  પિડિતા દ્વારા વિડિયો બનાવી અને આપઘાતનો પ્રયાસ કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યુ છે.તો આ તરફ કોર્ટે આપેલા શરતી જામીનનો ભંગ કરી આરોપીઓ પીડિતા પર દબાણ કરતા હોવાથી તેમના જામીન રદ્દ  કરવા કોર્ટમાં કાર્યવાહી કરવાની તજવીજ પીડિતાના વકીલે શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Embed widget