Crime News: કચ્છમાં સગા ભાઈએ બહેનની છરીના ઘા ઝીંકી કરી હત્યા, જેલમાંથી બહાર આવ્યા બાદ કર્યું મર્ડર
Crime News: કચ્છમાં એક હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં સબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેને લઈને આખા પંથકમાં ચકચારમચી જવા પામી છે.
Crime News: કચ્છમાં એક હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં સબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેને લઈને આખા પંથકમાં ચકચારમચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભુજ તાલુકાના ભારાસર ગામમાં ભાઈએ બહેનની હત્યા નિપજાવી છે. બહેનની હત્યા કરી આરોપી ભાઈ ફરાર થઈ ગયો હતો.
જેલમાંથી છૂટ્યા બાદ કરી હત્યા
તો બીજી તરફ હત્યા કરનાર આરોપી જેલની સજા ભોગવી રહ્યો હતો. હાલમાં આરોપી જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ બહેનની હત્યા કરી નાખી. અગાઉ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા પડી હતી. આરોપીએ છરીના ઘા ઝીંકી બહેનની હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને લઈને માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ યુવકે પોતાની બહેનની હત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી.
ભોજપુરી ફિલ્મમાં કામ આપવાના બહાને યુવતિને હોટલમાં બોલાવી યુવક લઈ ગયો રૂમમાં ને પછી.....
ભોજપુરી કલાકાર હોવાનો દાવો કરતી 24 વર્ષની યુવતીએ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ પર ઈન્ટરવ્યુના બહાને ફોન કરીને બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. દિલ્હીની ઉદ્યોગ વિહાર પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાને ઈન્ટરવ્યુના બહાને એક હોટલમાં બોલાવવામાં આવી હતી. જ્યારે તે હોટલ પર પહોંચી તો આરોપી મહેશે પહેલેથી જ એક રૂમ બુક કરાવ્યો હતો. તે તેણીને ત્યાં લઈ ગયો અને તેણી પર દુષ્કર્મ આચર્યું.
આરોપીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ આપવાની લાલચ આપી બોલાવી
પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીની મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ભોજપુરી કલાકાર છે અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરે છે. તેની પ્રોફાઈલ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર છે. આરોપ છે કે થોડા દિવસો પહેલા તે ઇન્સ્ટાગ્રામ દ્વારા મહેશ પાંડે નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જેણે તેને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી.
વિરોધ કરતાં યુવતિન જાનથી મારવાની આપી ધમકી
અશ્લીલ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી
કોઈક રીતે તેના ચુંગાલમાંથી મુક્ત થઈને યુવતી ઘરે પહોંચી. આરોપીએ તેના કેટલાક મિત્રો સાથે મળીને તેને ફોન કરીને અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ યુવતીએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. ફરિયાદ બાદ ઉદ્યોગ વિહાર પોલીસે જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. એસીપી ક્રાઈમ વરુણ દહિયાએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. અમે હાલ તમામ બાબતોની ચકાસણી કરી રહ્યા છીએ.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial