Surendranagar : ચુડાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર, પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર
ચુડામાં કેજીબીવીમાં અભ્યાસ કરતી અને રહેતી સગીર વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હોસ્ટેલમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

સુરેન્દ્રનગરઃ ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય (કેજીબીવી)માં અભ્યાસ કરતી અને રહેતી સગીર વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કેજીબીવી હોસ્ટેલમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.
કેજીબીવી વિદ્યાલય અને હોસ્ટેલમાં બહારથી કોઈ વસ્તુઓ લાવવા પર કડક નિયમો હોવા છતાં મૃતક વિદ્યાર્થિનીએ તેલની બોટલમાં ઝેરી દવા પી લેતા સંચાલકો સામે ઉઠ્યા સવાલો ? પરિવારજનો દ્વારા વિદ્યાલયના સંચાલકોની બેદરકારીને કારણે મોત નિપજયું હોવાનો આક્ષેપ કર્યો છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
તાપીઃ સોનગઢ તાલુકાના એક ગામની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 16 વર્ષની સગીરા પર પાદરીએ દુષ્કર્મ આચર્યું હતું. સોનગઢ પોલીસે પાદરી અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. બલીરામ કોકણી નામના પાદરી અને તેની પત્નીની પોલીસે ધરપકડ કરી છે. ગત દિવસો દરમ્યાન પાદરીએ સગીરા પર 3 વખત દુષ્કર્મ આચર્યું હતું.
પત્નીએ વિડીયો ઉતારી આરોપી પતિની મદદગારી કરતા પત્નીની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતઃ શહેરમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરતના રાંદેર રોડ જૈનબ હોસ્પિટલ પાસે ખૂની ખેલ ખેલાયો હતો. સલીમ ચાવાળા નામક યુવાનની રીક્ષામાંથી લાશ મળી આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત એસીપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મરનાર યુવાન કાદરશાની નાળ નવો રોડ વિસ્તારના રહેવાસી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.




















