(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: વેરાવળના પોશ વિસ્તારમાં મહિલાના બાથરુમમાં પાડોશીએ લગાવ્યો સ્પાઈ કેમેરો, આ રીતે ફૂટ્યો ભાંડો
Crime News: વેરાવળ શહેરના પોસ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાથરૂમમાં સ્પાઈ કેમેરા ગોઠવવા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
Crime News: વેરાવળ શહેરના પોસ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાથરૂમમાં સ્પાઈ કેમેરા ગોઠવવા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
ગીરના વેરાવળ શહેરના 80 ફૂટ રોડ પર રહેતી એક મહિલાએ ગઈકાલ સાંજે વેરાવલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમના મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહેલા ગોપાલ વણીક નામના યુવાને મહિલાના બાથરૂમની જાળીમાં સ્પાઈ કેમેરો રાખ્યો હતો. જે બાદ વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સ સામે મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
વેરાવળ પોલીસે સમગ્ર મામલે ગોપાલ વણીક નામના આ યુવાનની ધરપકડ કરી લીધી છે અને આ વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનો મોબાઈલ કબજે કર્યો છે અને તેની આકરી પૂછપરછ હાથ ધરી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે આ શખ્સ બાથરૂમની જાળીમાં ગોઠવેલો કેમેરો મહિલાએ જોઈ લીધા બાદ ભાંડો ફૂટ્યો અને તે કેમેરો ત્યાંથી લઈને આરોપી નાસી છૂટ્યો હતો. જો કે આ આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે પુછપરછ કરીને એ જાણવા પ્રયાસ કરી રહી છે કે કેટલા સમય પહેલા આ કેમેરો લગાવ્યો હતો. સ્પાઇ કેમેરા લગાવવા પાછળ શું શું હેતુ હતો. આ ઉપરાંત ભૂતકાળમાં આ યુવકે અન્ય કોઈ જગ્યાએ આવું કૃત્ય કર્યું છે કે નહી તેની તપાસ ચાલી રહી છે.
અમરેલીમાં વિધર્મી યુવકે મનોરોગી મહિલા પર દુષ્કર્મ આચરતા ખળભળાટ
અમરેલી જિલ્લા બગસરાના એક ગામે વિધર્મી વ્યક્તિએ મનોરોગી મહિલા પર દુષ્કર્મ ગુજરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માનસિક અસ્થિર મગજની મહિલા ઉપર વિધર્મી વ્યક્તિએ બળાત્કાર ગુજારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનોરોગી મહિલા ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દિવાલ કુદીને વિધર્મી વ્યક્તિ ઘરમાં ઘુસ્યો હતો અને મહિલાને હવસનો શિકાર બનાવી હતી.
વિધર્મી વ્યક્તિ ઇસુફ સિપાઈ સુડાવડ ગામના સામે બગસરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 35 વર્ષની મનોરોગી મહિલા ઉપર વિધર્મીએ દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બગસરા પોલીસ સ્ટેશને વીએચપી, બજરંગ દળ, આરએસએસ તેમજ વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓના ટોળેટોળા એકઠા થયા હતા. હાલમાં આ મામલે બગસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.