શોધખોળ કરો

Crime News: રાજકોટના લોકોમેળામાં 2 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવતા અરેરાટી, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Crime News: રાજકોટમાં યોજાતા લોકમેળામાં લાખો લોકો આવતા હોય છે. દર વર્ષ અહીં જન્માષ્ટમીના તહેવાર પર લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પણ અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Crime News: રાજકોટમાં યોજાતા લોકમેળામાં લાખો લોકો આવતા હોય છે. દર વર્ષ અહીં જન્માષ્ટમીના તહેવાર પર લોક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ પણ અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આજે આ લોકમેળામાં એક રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના લોકમેળામાં બે વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે.

જો કે, આ દુષ્કર્મ કરનાર સંબંધી જ નિકળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકીના કાકીના સગાભાઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બાળકીને લોકમેળામાં કોઈ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકીને ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકી અને તેનો પરિવાર મૂળ ઉતરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. પરિવાર રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ઘટનાને લઈને ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે.

આ પહેલા રાજકોટમાં ભાજપના નેતાના પુત્ર પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ભાજપના નેતા વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાની પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપના આગેવાન અને સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવિન પર આરોપ લાગ્યો છે કે તેણે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ભાવિન કારિયાની ધરપકડ કરી છે. ભાવિન કારિયા ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ફરિયાદ અનુસાર, ભાવિન કારિયાએ કંઇક બતાવુ કહીને ધોરણ 5ની વિદ્યાર્થિનીના કપડા કાઢી દીધા હતા. વિદ્યાર્થિનીએ બૂમો પાડતા આરોપી ભાવિને પીડિતાના વાળ ખેંચી તેને માર માર્યો હતો. ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે આરોપી ભાવિન કારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે ગયા મહિને મોરબીના હળવદ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે. 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ થયું હોવાનો આ બાળકના પિતાએ લગાવ્યો છે. બાવળની જાળીમાં બાળકને લઇ જઈને બનાવ આચાર્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. હાલમાં બાળકને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ રીપોર્ટ અને સારવાર માટે લઇ આવામાં આવ્યો છે. તો બીજી તરફ પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget