શોધખોળ કરો

CRIME NEWS: મહુવામાં નરાધમે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી, બાળકના જન્મ બાદ ફૂટ્યો ભાંડો

ભાવનગર: કંટાસર ગામે બિન વારસી હલતે મળી આવેલ નવજાત શિશુ અંગે નવો જ ઘટસ્ફોટ સામે આવ્યો છે. સગીર વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવીને વારંવાર નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુંલ્યું છે.

ભાવનગર: મહુવા તાલુકાના કંટાસર ગામે બિન વારસી હલતે મળી આવેલ નવજાત શિશુ અંગે નવો જ ઘટસ્ફોટ સામે આવ્યો છે. સગીર વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવીને વારંવાર નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુંલ્યું છે. નરાધમ ઈસમ દ્વારા વિદ્યાર્થિની અભ્યાસ કરવા માટે જતી હતી ત્યારે બાવળની કાંટસરમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી.

પોતાનું પાપ છુપાવવા માટે નરાધમ શખ્સ દ્વારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. ગર્ભવતીને બાળક જન્મતા જ તેને રસ્તા પર તરછોડી દેવામાં આવ્યું હતું. જે અંગે જાણ થતા જ નવજાત બાળકને 15 ડિસેમ્બરે 108 દ્વારા મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતું. સમગ્ર બનાવની મહુવા પોલીસ દ્વારા જીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી હતી અને જેમાં નવો જ વળાંક સામે આવ્યો છે. હાલ નરાધમ ઇસમને પોલીસે ઝડપી પાડીને 376 સહિત પોક્સોની કલમ લગાવી ગુનો નોંધ્યો છે.

ગુજરાત ATSએ પાર પાડ્યું મોટું ઓપરેશન

કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ નજીક એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.  જ્યાં સીમા પાસેથી ડ્રગ્સ સાથે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. લગભગ 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. જો કે ડ્રસનો જથ્થો મળવોએ કોઈ નવાઈની વાત નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી સરહદની પેલે પાર બેઠેલા લોકો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે. પરંતુ ભારતીય જવાનોની સતર્કતાને કારણે તેના મનસુબા પાર પડતા નથી. પરંતુ આ વખતે ચોંકાવનારી વાત એ છે કે, 10 પાકિસ્તાની લોકો પણ ઝડપાયા છે. અલ્સોહલી બોટમાંથી 10 પાકિસ્તાની ઝડપાયા છે. ગુજરાત એટીએસએ 10 પાકિસ્તાનીને ઝડપી પાડ્યા છે. બોટમાથી 40 કિલો હેરોઈન ઝડપાયું છે.

રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા

રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે.  નવા ગામે આવેલ કારખાનામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. રાજકોટ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ વિઝલ્યુલન્સની ટીમે દરોડા પાડતા ચકચાક મચી છે. 31st પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. કુવાડવા પોલીસ સ્ટેશનથી 200 મિટરના અંતરે દારૂનું ગોડાઉન ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂનો જથ્થાની ગણતરી ચાલુ છે. તો બીજી તરફ કેમિકલ મળ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. દારૂનું રિફલિંગ પણ હોવાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ રાજકોટમાં દારુ પિતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

કોરોનાના ખતરાને લઈને કાંકરિયા કાર્નિવલના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

રવિવારના રોજ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ લોકો માટે ખુલ્લો મુક્યો હતો.  જો કે, કોરોનાની દહેશતના પગલે AMCએ એક મોટો નિર્ણય લીધો છે. કાર્નિવલનો સમય સાંજે 6 થી 9 કલાક સુધી યોજાશે. અગાઉ કાર્નિવલ સાંજે 7 થી 10 કલાક સુધી ચાલવાનો હતો.  કોરોનાની દહેશતના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ લોકો રાતે એકત્ર ન થાય તે માટે AMCએ નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
EPFO 3.0 Rule: ATM માથી ઉપાડી શકશો PF ના પૈસા, AI કરશે મદદ, 8 કરોડ લોકો માટે ખુશખબરી !
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
IND vs NZ: પહેલી T20 મેચમાં બની ગયા અધધ રેકોર્ડ,સૂર્યકુમાર યાદવએ બનાવ્યો ઐતિહાસિક કિર્તિમાન
Embed widget