શોધખોળ કરો

સુરત: પ્રેમ પ્રકરણમાં ગર્ભવતી બનેલી તરૂણીનું એબોર્શન દરિમયાન થયું મોત, જાણો શું છે સમગ્ર મામલો

સુરત: સચિનવિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પ્રેમ પ્રકરણમાં પ્રેગ્નન્ટ થયેલી યુવતીનું ગેરકાયદે ગર્ભપાત કરવાતા મૃત્યુ થયું છે. સચિન GIDCમાં યુવક સાથે પ્રેમસંબંધમાં તરુણી ગર્ભવતીબની હતી.

સુરત: સચિનવિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે  આવી છે. અહીં પ્રેમ પ્રકરણમાં પ્રેગ્નન્ટ થયેલી યુવતીનું ગેરકાયદે ગર્ભપાત કરવાતા મૃત્યુ થયું છે. સચિન GIDCમાં યુવક સાથે પ્રેમસંબંધમાં તરુણી ગર્ભવતીબની હતી.

સુરતના સચિન  જીઆઇડીસી વિસ્તારમાં રહેતી તેમની બહેન અને જીજાજીના ઘરે આ યુવતી રહેતી હતી. આ સમયે  એકલતાનો લાભ લઇને યુવક તરણી પાસે આવતો હતો અને પ્રેમજાળ ફસાવી હતી. બાદ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતનો ખ્યાલ બહેનના 2 મહિના બાદ થતાં  તેમણેથી ગર્ભપાત કરવાવાની કોશિશ કરી હતી. જો કે ત્યાર બાદ પણ ગર્ભપાત ન થતાં બહેન તેને હોસ્ટિપલ લઇ ગઇ હતી. જો કે અહીં કામ ન થતાં ડોક્ટરે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં મોકલ્યા હતા. અહીં ડો. હિરેને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી. જો કે ઘરે આવ્યાં બાદ તેને ચકકર આવતા હતા અને  પીડિતા ઢળી પડી હતી. ચક્કર આવી ઢળી પડતાં તેને સંજીવની હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કરી મૃતદેહ ઘરે લઈ જવા કહ્યું હતું. જો કે, સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટ જરૂરી હોવાથી તરૂણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી. જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ મૃત પીડિતાના બહેન-બનેવી  ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે પણ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં કેન્દ્રીય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-ભણેલી છોકરીઓ જ જવાબદાર

Controversial Statement: દિલ્હીમાં શ્રદ્ધા નામની એક યુવતીને તેના લિવ-ઈન પાર્ટનર આફતાબે ભયાનક રીતે મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ભારોભાર રોષ છે. હવે કેન્દ્રીય મંત્રીએ આ માલે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. મંત્રીએ શિક્ષિત છોકરીઓ અનેલિવ-ઈન રિલેશનશીપને લઈને ટિપ્પણી કરી છે. 

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે શ્રદ્ધા મર્ડર કેસ માટે શિક્ષિત યુવતીઓ અને  લિવ-ઈન રિલેશનને જ જવાબદાર ઠેરવ્યા છે. તેમના આ નિવેદનની ભારોભાર નિંદા કરવામાં આવી રહી છે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌશલ કિશોરને મંત્રી પદેથી હટાવવાની માંગણી કરી છે.  

કેન્દ્રીય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે શ્રદ્ધા મર્ડર કેસના સંદર્ભમાં કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ એ તમામ યુવતીઓ સાથે ઘટી રહી છે જે વધારે શિક્ષિત છે અને પોતે સ્પષ્ટવાદી હોવાનું ધારી બેસે છે. આ યુવતીઓને લાગે છે કે, તેઓ પોતાના ભવિષ્યનો નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. તેમણે શ્રદ્ધા હત્યાકાંડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેઓ (છોકરીઓ) લીવ-ઈનરિલેશનશિપમાં કેમ રહે છે? જો તેમને આમ કરવું જ હોય તો લિવ-ઈન રિલેશનશિપ માટે યોગ્ય નોંધણી થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જો માતા-પિતા આ પ્રકારના સંબંધો માટે સાર્વજનિક રીતે તૈયાર નથી તો તમારે કોર્ટ મેરેજ કરી અને પછી સાથે રહેવું જોઈએ. 

શિક્ષિત છોકરીઓને મંત્રીજીની શિખામણ 

કેન્દ્રીય મંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, યુવતીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આવુ કેમ કરી રહી છે? શિક્ષિત છોકરીઓ જ આ માટે જવાબદાર છે. કારણ કે માતા અને પિતા બંનેએ આ સંબંધોને સ્વિકાર્યા નહોતા. શિક્ષિત છોકરીઓએ આ પ્રકારના સંબંધોમાં ના પડવું જોઈએ. 

પ્રિયંકાએ કરી આકરી ટીકા

શિવસેનાની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે ટ્વિટ કરી મંત્રી કૌશલ કિશોરની આકરી ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ ટ્વિટ કરીકહ્યું હતું કે, આશ્વર્યજનક છે કે, મંત્રીએ એમ ના કહ્યું કે, આ દેશમાં જન્મ લેવા બદલ પણ છોકરીઓ જ જવાબદાર છે. શરમજનક, હ્રદયહીન અને ક્રુર... તમામ સમસ્યાઓ માટે મહિલાઓને દોષ દેવાની માનસિકતા વિકસી રહી છે. તેમણે અન્ય એક ટ્વિટ્માં કહ્યું હતું કે, જો @PMOIndia વાસ્તવમાં જ મહિલા શક્તિને લઈને જે કહી રહ્યાં છે આ કેન્દ્રીય મંત્રીને તુરંત બરખાસ્ત કરવામાં આવે. અમે મહિલાઓ સમાજમાં આ પ્રકારના પિતૃસત્તાત્મક બકવાસનો બોઝ ઉઠાવવા માટે પર્યાપ્ત છીએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Embed widget