શોધખોળ કરો

Surat Crime: સુરતમાં ગુંડા બેખોફ, તલવારથી યુવકનું ગળુ કાપી હત્યા, હાથ પણ કાપ્યા 

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. અંદાજે 10 દિવસમાં સુરત શહેરમાં કુલ 10 લોકોની હત્યા થઈ છે.

સુરત: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. અંદાજે 10 દિવસમાં સુરત શહેરમાં કુલ 10 લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં રહેનારા ગુંડાઓ બેખોફ થે, પોલીસનો જાણે કોઈ ડર જ નથી રહ્યો. સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. ઉધના વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો છે. સુરત શહેરમાં હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકની કારની આગળ અને પાછળ કાર લાવીને ટક્કર મારી હતી. બાદમાં આ યુવકને ઘેરી લેવામાં આવ્યો હતો. તલવારના ઘા ઝીંકી યુવકનો હાથ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તેના ગળા પર પણ ઘા મારવામાં આવ્યા હતા. યુવકનું ગળું  કાપી તેની હત્યા કરવામાં આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. 

યુવકની ઘાતકી હત્યાથી શહેરમાં ચકચાર 

શહેરમાં સરાજાહેર યુવકની ઘાતકી હત્યા કરવામાં આપતા શહેરમાં સોંપો પડી ગયો છે.  લોકોની ભારે અવર-જવર વચ્ચે હત્યાની ઘટનાને અંજામ અપાયો હતો.  યુવકના હાથ પણ કાપી નાખવામાં આવ્યા છે.  ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઈ છે.  સુરતના ઉધના વિસ્તારમાં આ હત્યાની ઘટના બની છે.  હત્યાની ઘટનાના પગલે ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે યુવકની હત્યા કરવામાં આવી છે તેનું નામ ભજનસિંહ સરદાર છે. 

સુરત શહેરમાં હત્યા, મારામારી, ડ્રગ્સ પકડાવુ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સુરત શહેર છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર વગરનું છે, આ કારણે સુરતમાંથી પોલીસનો ખૌફ ગાયબ થઈ ગયો છે. છેલ્લાં 10 દિવસમાં સુરતમાં 10 જેટલા લોકોની હત્યા થઈ છે.  

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,  ભજનસિંહ સરદારની જૂની દુશ્મનાવટમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ અને મૃતક વચ્ચે તાડી અને દારૂના ધંધાના પગલે ચાલી આવેલી જૂની અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ફોર વ્હીલ કારને આંતરી કારમાં સવાર યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હત્યાની ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ તો સુરત પોલીસે આરોપીઓને પકડવા માટે કામે લાગી છે.  ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. હત્યાની ઘટનાના પગલે ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સુરતમાં યુવકની હત્યા કરવામાં આવી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે  આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક બોલેરો કાર બીજી કારને અટકાવે છે . બાદમાં હત્યારાઓ કારમાં બેઠેલા યુવક પર તલવાર વડે હુમલો કરે છે. હાલ તો પોલીસ સીસીટીવી અને નિવેદનોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget