Ahmedabad : યુવકે પોતે અપરણીત હોવાનું જણાવી યુવતી સાથે માણ્યું શરીરસુખ, યુવતીને રહી ગયો ગર્ભ ને પછી તો.....
પ્રેમી પરિણીત હોવાનું છુપાવી યુવતીને લગ્નના વાયદા બતાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. શારીરિક સંબંધમાં યુવતી ગર્ભવતી થતાં પરિવારે ગર્ભપાત કરાવ્યો. યુવકે લગ્ન ન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.
અમદાવાદઃ અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી અને પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમી પરિણીત હોવાનું છુપાવી યુવતીને લગ્નના વાયદા બતાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. શારીરિક સંબંધમાં યુવતી ગર્ભવતી થતાં પરિવારે ગર્ભપાત કરાવ્યો. જોકે યુવકે લગ્ન ન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાસણામાં રહેતી 21 વર્ષીય યુવતીના સાતેક વર્ષ પહેલા જશોદાનગર ખાતે લગ્ન થયા હતા. પણ તેના પતિ સાથે મનમેળ ન રહેતા તે પિયર આવી ગઈ હતી. બાદમાં એક યુવક સાથે તેને પ્રેમ થયો હતો. આ યુવકે યુવતીને વાસણા વિસ્તારમાં એક મકાન ભાડે આપી લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ પોતે કુંવારો હોવાનુ જણાવ્યુ હતુ અને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જોકે બાદમાં યુવતીને જાણ થઈ કે તેનો પ્રેમી તો પરિણીત છે અને તેને એક બાળક પણ છે. તે સમયે યુવતી ગર્ભવતી થતા તેને એક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી ત્યારે મૃત હાલતમાં ભૃણ જન્મ્યું હતું. જેથી આ તમામ લોકો તે ભૃણ લઈ વાસણામાં કેનાલ પાસે ખાડો ખોદી તેનો નિકાલ કરી દીધો હતો. સમગ્ર બાબતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રેમીના પરિવારજનો અવાર નવાર સંબંધ ન રાખવા દબાણ કરી યુવતી ને માર મારતા હતાં. તેવામાં યુવતીને છ માસનો ગર્ભ રહ્યો હતો. પ્રેમીના પિતા, માતા અને ફોઈ તેના ઘરે આવ્યા અને તેને રિક્ષામાં બેસાડી જમાલપુર એક દવાખાના માં લઇ ગયા હતા. યુવતીને પેટના ભાગે માર માર્યો હોવાથી ડોક્ટરે તપાસ કરી અને બાદમાં યુવતીએ મૃત ભૃણને જન્મ આપ્યો હતો.. જોકે અવર નવાર ધમકી આપી ભૃણનો નિકાલ કરનાર પ્રેમીના માતા પિતા અને ફોઈથી કંટાળી યુવતી ઘરેથી નીકળી ગઈ અને બાદમાં રોડ પરથી પસાર થનાર કોઈ વ્યક્તિના ફોનમાંથી પોલીસને જાણ કરતા વાસણા પોલીસે પ્રેમી સામે વિશ્વાસઘાત તથા તેના પરિવાર સામે માર મારવો અને ધમકી આપી હોવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદી યુવતી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જમાલપુરના જે દવાખાના લઈ જવામાં આવી હતી તે ડોક્ટરની પૂછપરછ કરી. વધુ પુરાવા એકઠા કરી પ્રેમી અને તેના પરિવાર વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.